દાહોદ, દાહોદ તાલુકાના વડબારા ગામે નાણાંની લેવડ દેવડ મામલે ચાર ઈસમોએ પોતાના એક કુટુંબી ભાઈને રસ્તામાં રોકી ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકીઓ આપી ભારે ધિંગાણું મચાવતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે.
ગત તા.06 ઓક્ટોમ્બરના રોજ વડબારા ગામે માતા ફળિયામાં રહેતાં બદ્રીભાઈ જોખાભાઈ બારીયા પોતાના કબજાની મોટરસાઈકલ લઈ પોતાના ગામમાંથી પસાર થઈ રહ્યાં હતા. તે સમયે તેઓના કુટુંબી ભાઈઓ તકુભાઈ કીડીયાભાઈ બારીયા, મહેશભાઈ કીડીયાભાઈ બારીયા, સોમજીભાઈ વીછીયાભાઈ બારીયા અને ટીનુભાઈ બારીયાનાઓ (ચારેય રહે. વડબારા, માતા ફળિયા, તા.જી. દાહોદ) નાઓએ બદ્રીભાઈને રસ્તામાં રોકી બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, તુ તારા મોટાભાઈ રંગાના તેર લાખ રૂપીયા કેમ નથી આપતો અને ક્યારે આપીશ, તેમ કહેતાં બદ્રીભાઈએ કહેલ કે, રંગાભાઈ સગો મારો સગો મારો મોટો ભાઈ છે અને અમો અમારી રીતે ગમે તે કરીશું, તેમ કહેતાં ઉપરોક્ત ચારેય ઈસમો એકદમ ઉશ્કેરાયા હતાં અને બદ્રીભાઈને ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકીઓ આપી હતી.
આ સંબંધે ઈજાગ્રસ્ત બદ્રીભાઈ જોખાભાઈ બારીયાએ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.