દાહોદના ઉસરવાણની મહિલાએ OLX એપ પર એકટીવાના 42 હજાર ઓનલાઈન ટ્રાન્સફર બાદ વાહન નહિ આપતાં ફરિયાદ

દાહોદ, દાહોદ તાલુકાના ઉસરવાણ ગામે એક 41 વર્ષિય મહિલાએ ઓએલએક્સ એપ પર એક્ટીવા ટુ વ્હીલર ગાડી ખરીદી કરી ઓનલાઈન મારફતે રૂા.42,400 ટ્રાન્સફર કર્યા બાદ પણ વાહન ન આપતાં મહિલા સાથે ઓનલાઈન ઠગાઈ થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાંવવા પામી છે.

દાહોદ તાલુકાના ટીડોરી ગામે રહેતાં 42 વર્ષિય ધર્મીષ્ઠાબેન ઈશ્ર્વરભાઈ પાટડીયાએ ગત તા.18.11.2022ના રોજ ઉસરવાણ ગામેથી પોતાને આવવા જવા માટે ઓએલએક્સ પર એક્ટીવા ટુ વ્હીલર ગાડી ખરીદી કરી હતી. ત્યારે સામાવાળાએ પોતાના યુપીઆઈ આઈડીના બે નંબર મોકલતાં ધર્મીષ્ઠાબેન તે યુપીઆઈ આઈડીમાં રૂા.42,400 ઓનલાઈન ટ્રાન્સફર કરી દીધાં હતા. ત્યાર બાદ પણ એક્ટીવા ટુ વ્હીલર નહીં આપી ગુન્હાહિત વિશ્ર્વાસઘાત તથા છેતરપીંડી કરતાં આ મામલે ઠગાઈનો ભોગ બનેલ ધર્મીષ્ઠાબેન ઈશ્ર્વરભાઈ પાટડીયાએ દાહોદ બી ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.