દાહોદ,દાહોદ તાલુકાના ઉકરડી ગામે શેર ફળિયામાં જાહેરમાં પત્તા પાના વડે રમાતા હારજીતના જુગાર પર દાહોદ તાલુકા પોલીસે ગતબપોરે ઓચિંતો છાપો મારી રોકડ, મોબાઈલો, પત્તાની કેટ સીતના રૂપિયા 18 હજારની ઉપરાંતના મુદ્દામાલ સાથે જુગાર રમી રહેલા ચાર જણાની ધરપકડ કરી જેલના સળીયા પાછળ મોકલી આપ્યાનું જાણવા મળ્યું છે.
ઉકરડી ગામે શેર ફળિયામાં જાહેરમાં ખુલ્લી જગ્યામાં ઉકરડી ગામના શેર ફળિયાના આકાશભાઈ તેરસીંગભાઈ પસાયા, ઉકરડ મકવાણા ફળીયાના વિનોદભાઈ કાળીયાભાઈ મકવાણા, બદુભાઈ સડીયાભાઈ બીલવાળ તથા શેર ફળિયાના મેહુલભાઈ શંકરભાઈ સોલંકી એમ ચારે જણા બપોરના પોણા ચાર વાગ્યાના સુમારે પત્તા પાના વડે હારજીતનો જુગાર રમતા હોવાની પોલીસને બાતમી મળતાં તાલુકા પોલીસે બાતમી વાળી જગ્યાએ ઓચિંતો છાપો મારી પત્તાપાના વડે હારજીતનો જુગાર રમી રહેલા આકાશભાઈ તેરસીંગભાઈ પસાયા, વિનોદભાઈ કાળીયાભાઈ મકવાણા, બદુભાઈ સડીયાભાઈ બીલવાળ તથા મેહલુભાઈ શંકરભાઈ સોલંકીની ધરપકડ કરી તેઓની અંગઝડતીના તથા દાવ પરના મળી રૂપિયા 2510ની રોકડ તથા રૂપિયા 15,500ની કુલ કિંમતના મોબાઈલ ફોન નંગ-4 તથા પત્તાની કેટ મળી કુલ રૂપિયા 18,010નો મુદ્દામાલ ઝડપી પાડી કબજે લઈ પકડાયેલા ચારે જણા વિરૂધ્ધ જુગારધારા કલમ 12 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.