દાહોદનાં વિદ્યાર્થીઓ માટે સમર વેકેશનમાં નવું શીખવા માટેની સરસ તક

  • ઔદ્યોગિક તાલીમ સંસ્થા દાહોદ દ્વારા અલગ અલગ 11 પ્રકારની એક્ટીવીટીમાં 300 વિદ્યાર્થીઓને તાલીમનું આયોજન

દાહોદ, ગુજરાત રાજ્યમાં શાળાઓમાં શેક્ષણિક સત્ર પૂરૂં થતા વિદ્યાર્થીઓ માટે ઉનાળુ વેકેશન સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. ઉનાળુ વેકેશનના સમયગાળા દરમ્યાન શાળાના ધોરણ 8 કે તેથી વધુ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વોકેશનલ તાલીમ પ્રત્યે જાગૃતતા વધારવા સરકારી ઔધોગિક તાલીમ સંસ્થાઓ ખાતે સમર સ્કીલ વર્કશોપ ટ્રેનીંગનું આયોજન કરાયું છે.

જે અંતર્ગત ઔદ્યોગિક તાલીમ સંસ્થા દાહોદ દ્વારા અલગ અલગ 11 પ્રકારની એક્ટીવીટીમાં 300 વિદ્યાર્થીઓને તાલીમ આપવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ તાલીમ સંસ્થામાં દરરોજના 2 કલાક 05 દિવસ / 2.5 કલાક 4 દિવસ / 5 કલાક 02 દિવસની એક્ટીવીટી 1 બેચમાં 20 તાલીમાર્થીઓ મુજબ તાલીમ આપવામાં આવશે. જેમાં જે તે સ્કીલની જીજ્ઞાસા/કુતૂહલ વિદ્યાર્થીઓમાં વધે અને વોકેશનલ તાલીમ બાબતે તેઓમાં અભિરૂચિ વધે તે મુજબ તાલીમ આપવાનું આયોજન છે.

જેમાં દાહોદ જીલ્લાના ધોરણ 8, ધોરણ 9, ધોરણ 10 કે તેથી ઉપરના વિદ્યાર્થીઓને આ સંસ્થા ખાતેની વિના મુલ્યે 2 દિવસની તાલીમમાં જોડાવવા માટે ઉમદા તક છે. આ અંગે વેહલા તે પેહલા ધોરણે આઈ.ટી.આઈ નો સંપર્ક કરી તા. 25/05/2023 થી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.