દાહોદ,
દાહોદ શહેરના સીંગલ ફળિયામાં બે દિવસ અગાઉ નજીવી બાબતે બે પક્ષો વચ્ચે થયેલી મારામારીની અદાવતે સાસી સમાજના 10થી વધુ લોકોના ટોળાએ તોડફોડ કરી ધિંગાણુ મચાવતા પોલીસે ટોળાઓ વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળ કાર્યવાહી હાથ ધરી હતી.
દાહોદ શહેરના ગોદી રોડ વિસ્તારના સીંગલ ફળિયા ખાતે કિન્નર સબાના કુંવર અને સપના રાજેશ સાંસી નામની મહિલા વચ્ચે તા.11ની રાત્રિએ રોડ ઉપર ગાડી મુકવાની બાબતને લઈ માથાકુટ થઈ હતી. જે બાદ બંને વચ્ચે મારામારી થતાં ધટના સંદર્ભે કિન્નર શબાના કુંવર સહિત અન્ય ત્રણ લોકો વિરુદ્ધમમાં પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. જેની અદાવતે ગત તા.13ની રાત્રિએ કિન્નરના ધરના સામે રહેતા રવિ ભગા સાસી, જશોદા સાસી, વિશાલ સાસી, પુજા સાસી કિન્નર શબાના કુંવરના ધરે આવ્યા હતા. અને તમે લોકો અમારી સમાજના લોકોને કેમ ગાળો આપી માર માર્યો હતો. તે બાબતને લઈને બોલાચાલી થઈ હતી. થોડીવારમાં આનંદ સાસી, સચીન સાસી, વિષ્ણુ સાસી, રાજેશ સજજનસિંહ સાસી, હર્ષદ ભાણા રોહન રાજેશ સાસી મારક હથિયારો સાથે જાનથી મારી નાંખવાની બુમો પાડતા પથ્થરમારો કરી તોડફોડ કરતા કિન્નર સબાના કુંવરે તેમના ધરના દરવાજા બંધ કરી દીધા હતા ત્યારે ઉપરોકત ટોળાએ તોડફોડ કરી આશરે 3,50,000લાખ નુ નુકસાન પહોંચાડી અને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી. અને સબાના કિનનરની ભાભી ખુશાલી સલીમ શેખનુ મંગળસુત્ર પણ તોડી નાંખ્યુ હતુ. અને જતા જતા પતરાના સેડ નીચે બાંધેલી ગાયને પણ મારી હતી. અને આ તમામ 10 લોકોએ ગેરકાયદેસર મંડળી બનાવી મારક હથિયારો ધારણ કરી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી ત્યાંથી ભાગી ગયા હતા. ઉપરોકત બનાવ સંદર્ભે કિન્નર સબાના કુંવરબાએ દાહોદ બી-ડીવીઝન પોલીસ મથકે 10 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ 10 લોકો સામે ગુનો નોંધી આગળ કાર્યવાહી હાથ ધરી હતી.