દાહોદના સબરાળા ગામે આંગણે પાર્ક કરેલ ફોર વ્હીલની ચોરી

દાહોદ,
દાહોદ તાલુકાના સબરાળા ગામે ઘરના આંગણે લોક મારી પાર્ક કરેલ એક તુફાન ફોર વ્હીલર ગાડીને અજાણ્યા ચોર ઈસમાએ ચોરી કરી લઈ નાસી જતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે.

ગત તા.23મી ઓક્ટોમ્બરના રોજ સબરાળા ગામે પટેલ ફળિયામાં રહેતાં સુરેશભાઈ ચેનીયાભાઈ મિનમાએ પોતાની તુફાન ફોર વ્હીલર ગાડી પોતાના ઘરના આંગણે લોક મારી પાર્ક કરી હતી. આ તુફાન ફોર વ્હીલર ગાડીને કોઈ અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી તુફાન ફોર વ્હીલર ગાડીની ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે સુરેશભાઈ ચેનીયાભાઈ મિનામાએ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.