ગોધરા,દાહોદના રે.સ.નં.963/1 પૈકી 1 હે.આર.ચો.મી.0-41-48 આકાર રૂા.2-66 તથા રે.સ.નં.963/2 પૈકી 1 ચો.મી.0-30-35 આકાર રૂા.1-63 વાળી જમીનો ગુજરાત રાજ્ય સરકારના 1982ના પરિપત્ર કરી અને સરકારી નિયમોના આધારે નિયંત્રણો 73 એ.એ.થી દાહોદના નિરાધાર આદિવાસીઅને તેઓ ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવી પોતાની જીંદગી ગુજારી શકે તે બાબતે દાહોદની નોંંધ નંબર 13076ની ખુબ જ મોટા પ્રમાણ નોંધના આદિવાસીઓની આવેલી છે. પરંતુ આ આદિવાસીઓ અભણ, ગરીબ અને નિરાધરા વગરના હતા. જેથી આ નિયંત્રણો 73 એ.એ.વાળી કોઈપણ પ્રકારે તબદલી ના થાય તેવી જમીનો જેનો રે.સ.નંં.963/1 પૈકી 1 તથા 963/2 પૈકી 1 વાળી જમીનોમાં મોટા પ્રમાણમાં ભૂમાફિયાઓ દ્વારા કોઈ પણ જીલ્લા કલેકટરની પરમીશન તથા કોઈપણ આદિવાસીઓની જાણ બહાર આ જમીનોમાં સરકારી કર્મચારીઓથી લઈ સરકારી અધિકારી સુધી દાહોદ જીલ્લા તથા પંચમહાલ જીલ્લાના ભુમાફિયાઓ દ્વારા રેકડી ગેરરીતિઓ તથા મોટા પ્રમાણની ભુમાફિયા નંબર (1) ઈદરીશભાઈ અજગરભાઈ પીટોલવાલા, (2) મન્સુર ગુલામ હુસેન કાગદી, (3) મન્સુર અલીહુસેન કાગદીઓ દ્વારા મોટા પ્રમાણની લાંચ રૂશ્ર્વતો લઈ ખોટા હુકમ બિનખેતીના કરી કરાવી અનેક પ્રકારની હકીકતો રેવન્યુ 73 એ.એ.ની નોંધ 13076 બિનખેતીના હુકમમાં નહી દર્શાવી સુજલ મયાત્રા જે તે સમયના દાહોદ જીલ્લામાં જીલ્લા વિકાસ અધિકારીના નાતે ગેરકાયદેસર રેવન્યુ રેકર્ડ તથા સરકારશ્રીની જોગવાઈઓ વિરૂદ્ધ કરેલ છે. જેથી હુકમ નં.જી.નં.જી.પં.મહેસુલ/વશી/1394 થી 1398 તા.27/12/20174 તથા જા.નં.જી.પં. મહેસુલી/વશી/374 થી 379 તા.15/02/2018ના હુકમ જોતાં કોઈ પણ જગ્યાએ આદિવાસીઓની નોંધ નં.13076 દર્શાવવામાં આવેલ નથી. ફકત ને ફકત હુકમોમાં લે.રે.કોડની કલમ 73 એ.એ.નિયંત્રણની પરવાનગીની હકીકતો લખેલી છે. જે બન્ને હુકમોમાં મોટા પ્રમાણની લાંચ રૂશ્ર્વતો લઈ હુકમો કરેલ છે. જે તપાસ વિષય છે પરંતુ આવી તપાસ કોન કરે તેવો પોતે કરે છે. પરંતુ ગુજરાત સરકાર આ બાબતે ખોટા રિપોર્ટ કરેલની ધ્યાને લે તો મોટા પ્રમાણની ગેરરીતિઓ ઉચાપત વગેરે હકીકતો બહાર આવે તેમ છે અને કેટલાક ભુમાફિયા દાહોદ જીલ્લા તથા પંચમહાલ જીલ્લાના મુળના ખેડુત ખાતેદારો પણ નથી અને સરકાર જો આવા ભુમાફિયાઓની જો ગુજરાત વિજીલન્સ ટીમો દ્વારા ઝીણવટ ભરી તપાસ થાય તો સરકારને મોટાપ્રમાણના લાભો તથા હાલના આદિવાસીઓના પુત્રો-પુત્રીઓ ખુબ જ મોટા પ્રમાણમાં ભણેલ ગણેલ હોય જેથી તેઓની પરંપરા મિલ્કતો અંગે ગુજરાત સરકારને લેખિત ગેરરીતિઓ તથા ભુમાફિયાઓના વિરૂદ્ર ફરિયાદો હકીકતો વાયુ વેગે છે પરંતુ વિજીલન્સ દ્વારા શું તપાસ બાબતનો રિપોર્ટ સાચો કરશે કે પછી ઢાક પિછોડો કરશે તે જોવાનુંં રહ્યું. જેથી તમામ પ્રકારની જવાબદારીઓ મહેસુલ તપાસણી કમિશ્ર્નર તકેદારી સેલ તથા જીલ્લા કલેકટર દાહોદ તથા જીલ્લા કલેકટર પંચમહાલને સાચી હકીકતો સાથે રિપોર્ટ કરી કરાવવાના થાય છે. પરંતે જો ખોટા રિપોર્ટ થાય તો તે જોવાનું તકેદારી આયોગ કમિશ્ર્નર તથા સચિવને તેઓ સામે ખાતાકીય તપાસ તથા શિસ્તભંગ બદલની કાર્યવાહી કરી કરાવવાની પોતાના મેન્યુઅલ અંગેની કાર્યવાહી કરવાની થાય છે.