દાહોદના રાત્રી બજારની 20 દુકાનો ખાલી કરાવતા રાત્રી બજારોની યાદ લોકોમાં રહેશે

દાહોદ,

દાહોદ શહેરમાં આવેલ રાત્રી બજાર ખાતેની 20 દુકાનોને ખાલી કરવાના દાહોદ નગરપાલિકા આદેશો બાદ ગતરોજ સાંજના સમયે એકાએક તમામ દુકાનો તંત્ર દ્વારા ખાલી કરાવતાં હવે આ રાત્રી બજાર માત્ર લોકોની યાદોમાં રહી જશે. સ્માર્ટ સીટી અંતર્ગત આ સ્થળે કામગીરી આરંભ કરવાની હોઈ તંત્ર દ્વારા આ રાત્રી બજારને ખાલી કરવાનો નિર્ણય લીધો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ત્યારે હવે આ રાત્રી બજારમાં પહેલા જેવી ચહલ પહલ તેમજ રોનક જોવા નહીં મળે.

દાહોદના હાર્દ સમા રોડ ઉપર આવેલી ખાણી પીણીની રાત્રી બજાર ની દુકાન દારોને ત્રણ મહિનાથી નોટિશો આપવામાં આવી રહી હતી, પરંતુ આજે આખરે પાલિકાએ ટીમો લગાવી અને 20 દુકાનોને તોડવા માટેની કામગીરી હાથ ધરાઈ છે. જેમાં પોલીસ પ્રોટેકશનની સાથે નગર પાલિકાના ચીફ ઓફિસર અને પાલિકાની ટીમો દ્રારા પાલિકાની 20 દુકાનોને ખોલવા માટેની કામગીરી હાથ ધરાઈ હતી. જોકે દુકાનદારોએ વિરોધ પણ નોંધાવ્યો હતો. જેમાં હાલમાં વૈકલ્પિક સુવિધા કરી આપવા માટેની પણ રજુઆત કરાઈ હતી, પરંતુ પાલિકા જીત પર રહી અને દુકાનો ખોલવાની કામગીરી કરવામાં આવી હતી જોકે સ્માર્ટ સીટી અંતર્ગત પાર્કિંગની સુવિધા માટે પ્રોજેક્ટ છે. તેને લઈને પાલિકા દ્વારા દુકાનો હટાવી અને સ્માર્ટ સીટી પ્રોજેક્ટ અંતર્ગત સોંપવા માટેની કામગીરી કરવામાં આવી હતી. આ મામલે ચીફ ઓફિસરે આપી પ્રતિક્રિયા તેમાં જણાવ્યું હતું કે, સ્માર્ટ સિટીનું કામ 2023 માં પૂર્ણ કરવાનું હોઈ અને રાત્રિ બજારની આ જગ્યા સ્માર્ટ સિટીને પાર્કિંગ માટે ફાળવી દીધી છે. તેમજ રાત્રિ બજારના વેપારીઓને સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર એમ ત્રણ માસ સુધી નોટીસો આપી ખાલી કરવા જણાવ્યું છે અને ગઈકાલે 24 કલાકનો ખાલી કરવાનું અલ્ટીમેટમ આપી દીધું છે. તેમ જણાવ્યું છે અત્રે ઉલ્લેખની છે કે રાત્રિ બજારના વેપારીઓની દુકાનોના 2024 સુધી ઠરાવ કરી દેવામાં આવ્યા છે, પરંતુ પાલિકા દ્વારા એકાએક રાત્રિ બજાર ખાલી કરવા નોટીસ પાઠવી દેતા હાલ તો આ રાત્રી બજારના 20 દુકાનદારો રોજગાર વિહોણા બની ગયા છે.