- દાહોદના રેલ્વે સ્ટેશન ઉપરથી ચોરી થયેલા મોબાઈલ સાથે ઈસમને સુરત ખાતેથી રેલવે પોલીસે ઝડપી દાહોદ રેલવે પોલીસ મથકે લવાયો.
દાહોદ, દાહોદના રેલ્વે પોલીસ સ્ટેશનના પોલીસ માણસોને બનતા ગુનાઓ અટકાવવા તેમજ વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢવા માટે ખાસ સૂચનાઓ પોલીસ મહાનિર્દેશક રેલ્વે વિભાગના અધિકારી દ્વારા આપવામાં આવી હતી. જે અનુસંધાને દાહોદના રેલ્વે પોલીસ સ્ટેશનના આઇપીસી કલમ 379 તેમજ 411 મુજબના ગુનામાં ચોરી થયેલા મોબાઈલ ફોનની કોલ ડીટેલના આધારે તારીખ 3.7.2023 ના રોજ સુરત શહેર ખાતેથી આરોપી ઉદેસીંગભાઈ રમણ ડામોરને દાહોદ રેલ્વે પોલીસે સુરત ખાતેથી ઝડપી પાડ્યો હતો અને તે ઈસમ રહેવાસી વઘેલા ઢોલેરા ફળિયું તાલુકા ઝાલોદ જીલ્લા દાહોદનો હોવાનું જણાવ્યું હતું અને તે આરોપી પાસેથી ચોરીમાં ગયેલો ઓપો કંપનીનો મોબાઇલ જેની કિંમત 7000 નો રીકવર રેલ્વે પોલીસ દ્વારા કરવામાં આવ્યો હતો અને દાહોદ રેલ્વે પોલીસે સુરત ખાતેથી તે ઈસમને ચોરીના મોબાઈલ સાથે ઝડપી અને દાહોદના રેલ્વે પોલીસ મથક ખાતે તારીખ 4.7.2023 ના રોજ લાવવામાં આવ્યો હતો અને તેની સામે રેલ્વે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.