દાહોદ,
પ્રકૃતિ મિત્ર મંડળના સભ્યે શહેરના રહેણાંક વિસ્તારમાંથી પતંગ ના દોરામાં ફસાયેલી સમડીનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું.
દાહોદ શહેરના દુધીવાળા શેરીમાં પતંગના દોરામાં શિકારી સમડી ફસાઈ જતા આસપાસના સ્થાનિકો દ્વારા સાંભળીને પતંગના દોરામાંથી મુક્ત કરવા પ્રયાસ હાથ ભર્યા હતા, પરંતુ પતંગના દોરામાં એડ્રેસિવ થયેલી સમડી વારંવાર સ્થાનિક ઉપર હુમલો કરતા દુધી વાળીના શેરીના હાતિમ પારાવાળા નામક ઈસમે પ્રકૃતિ મિત્ર મંડળના જુજર બોરીવાળાને ટેલીફોનિક જાણ કરતા જૂજર બોરીવાલાએ સ્થળ પર પહોંચી પતંગના દોરામાં ફસાયેલી શિકારી સમડીને રેસ્ક્યુ કરી મુક્ત કરી છોડી મૂકવામાં આવી હતી.