દાહોદના પ્રસંગ પાર્ટી પ્લોટ 2 ખાતે યોજાયેલા ભાજપ મહિલા મોર્ચાના કાર્યક્રમમાં મહિલાઓની સંખ્યા ઓછી જોવા મળતા મધ્યઝોનના પ્રભારી ભડક્યા કાર્યક્રમનો થયો ફિયાસ્કો

તારીખ 11-3-2023 ના રોજ દાહોદ શહેરના જુના ઇન્દોર રોડ ઉપર મહિલાઓને એવોર્ડ આપી સન્માનિત કરવાનો ભાજપ મહિલા મોર્ચા દ્રારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂૂપે સમાજમાં શ્રેષ્ટ કામગીરી કરનાર મહિલાઓને સુષ્મા સ્વરાજ એવોર્ડ 2023 થી સન્માનિત કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મધ્યઝોનના મહિલા પ્રભારી કામિનીબેન સોનીની ઉપસ્તિથીમાં આ કાર્યક્રમ યોજવા માટે નક્કી કરાયું હતું જેમાં ટાઈમ બપોરના ત્રણ વાગ્યાનો રાખવાનો હતો પરંતુ મહિલાઓની સંખ્યા ભેગી કરતા કરતા મહિલા મોર્ચાને આ કાર્યક્રમ સાંજના ચાર વાગ્યે શરૂૂ કરાયો હતો જેમાં દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકર અમલીયાર દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી દાહોદ નગરપાલિકાના પ્રમુખ રીનાબેન પંચાલ શહેર ભાજપના હોદ્દેદારો તેમજ ગુજરાત માંથી આવેલા મધ્યઝોનના મહિલા પ્રભારી કામિનીબેન સોની હંસાકુવરબા ની સાથે અન્ય હોદ્દેદારો પણ આવ્યા હતા જેમાં મધ્યઝોનના પ્રભારી કામિનીબેન સોની જયારે પ્રવચન આપવા ઉભા થયા ત્યારે મહિલાઓની સંખ્યાને લઈને મહિલા ભાજપની હોદ્દેદારો ઉપર ભડક્યા હતા અને જણાવ્યું હતુંકે આ કાર્યક્રમ મહિલાઓના સન્માન માટે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ત્યારે આટલી ઓછી સંખ્યામાં જિલ્લાભરમાંથી મહિલાઓ હાજરી આપવા આવી છે તો આટલી ઓછી સંખ્યા કેમ જેમાંથી સૌથી વધુતો ભાજપની મહિલા હોદ્દેદારો જોવા મળી હતી ત્યાર બાદ જિલ્લાના તાલુકાના ગામોના નામ લઈને ઉભા કરતા મહિલા સૌથી વધુ દાહોદ શહેરમાંથી આવી હતી લીમખેડામાંથી એક લીમડી માંથી જીરો ફતેપુરામાંથી એક દેવગઢ બારીયા જીરો ગરબાડા જીરો ત્યારે મહિલાઓની ઓછી સંખ્યામાં ફિયાસ્કો થતા મધ્યઝોનના પ્રભારી કામિનીબેન સોની જિલ્લાની મહિલા મોર્ચાની હોદદ્દારો ઉપર ભડક્યા હતા જેમાં મહિલાઓની ઓછી સંખ્યાના કારણે ભાજપની મહિલા મોરચાનો સુષ્મા સ્વરાજ એવોર્ડ 2023 માં ફયાસ્કો થયો હોવાના કારણે મહિલાઓનું સન્માન કરી કાર્યક્રમ વહેલી તકે સમેટી લેવામાં આવ્યો હતો ત્યારે હાજર લોકોમાં ચર્ચાનો સવાલ ઉભો થયો હતો.