દાહોદ,
વિશ્ર્વ ક્ષય દિવસની ઉજવણી અંતર્ગત ગત રોજ દાહોદ જીલ્લાના મથકમાં આવેલ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્ર્વરીય વિશ્ર્વ વિદ્યાલય ખાતે હેલ્થ સ્ટાફનો એવોર્ડ વિતરણ કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી પણ ઉપસ્થિત રહ્યાં હતા.
જેમાં જીલ્લામા 2022 ની અંદર શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ મેડિકલ ઑફિસર, કોમ્યુનિટી હેલ્થ ઑફિસર, લેબોરેટરી ટેકનીશ્યન, ફાર્માશિષ્ટ, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, ટ્રીટમેન્ટ સપોર્ટર, ટીબીમાંથી સીનીયર ટ્રીટમેન્ટ સુપરવાઈઝર, સીનીયર લેબોરેટરી સુપરવાઈઝર , ટીબી હેલ્થ વિઝીટર, જેવી કેડરને ટ્રોફી અને સર્ટીફીકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યાં હતા.
વર્લ્ડ ટીબી ડે 24 માર્ચ ની ઉજવણી પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે જીલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા, જીલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી, પ્રજાપતિ બ્રહ્માકુમારી ઈશ્ર્વરીય વિશ્ર્વ વિદ્યાલયના ઉર્મિલાદીદી, મુખ્ય જીલ્લા તબીબી અધિકારી ડો નરેન્દ્ર હાડા, એપેડેમિક મેડિકલ ઑફિસર ડો નયન જોષી, જીલ્લા ક્ષય અધિકારી ડો આર. ડી.પહાડીયા, જીલ્લા ક્ષય કેન્દ્રના મેડિકલ ઑફિસર ડો એ. આર ચૌહાણ અને ડો વનરાજ હાડા સહિતના મુખ્ય મહેમાન ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં જીલ્લા વિકાસ અધિકારી એ ટીબીમાં ખૂબજ સારી કામગીરી કરવામાં આવે છે. સગર્ભા બહેન, નાના બાળકો મોટી ઉંમરના વ્યક્તિઓમાં કુપોષણ ના અભાવ ના કારણે પણ ટીબી થઈ જાય છે, કર્મચારીઓ દ્વારા પણ ખૂબજ સુંદર કામગીરી કરવામાં આવે છે. પ્રાઇવેટ ડોકટરોનો પણ ખુબજ સારો સાથ સહકાર મળી રહે છે અને પ્રધામંત્રીના ટીબી મુકત ભારત ને સફળ બનાવવાં નિક્ષય મિત્ર બનીને દર્દીઓને મદદ કરવા પણ જણાવ્યું હતું.
જીલ્લા પંચાયત પ્રમુખ શીતલ બેન વાઘેલા દ્વારા પણ ટીબી દિવસ પર કર્મચારીઓ ને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. જીલ્લામાં ટીબીના કેસ ઝડપી શોધી સારવાર પર મુકી અને સરકારની યોજનાનો લાભ આપવા તેમણે જણાવ્યુ હતું.
દાહોદ જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 417 નિક્ષય મિત્ર દવારા કુલ 1456 દર્દીઓ ને પોષણ કીટ આપવામાં આવી છે. નિક્ષય પોષણ યોજના અંતર્ગત દાહોદ જીલ્લા માંવર્ષ 2022/2023કુલ 8273દર્દીઓ ને 1,89,29,500, વર્ષ 2021/2022 માં 6426દર્દીઓ ને 1,56,68,000, વર્ષ 2020/2021માં 6352દર્દીઓ ને 1,82,52,000 રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા.
ટ્રાયબલ ટીબીના દર્દીઓ ને 2022/2023માં કુલ 6701દર્દીઓ ને 50,25,750, વર્ષ 2021/2022માં 4733 દર્દીઓને 35,49,750, વર્ષ 2020/2021માં 6021દર્દીઓ ને 45,15,750 રૂપિયા ચૂકવવામાં આવ્યાં છે.