દાહોદના પહેલા નોરતે માવઠું પડતા ખૈલેયાઓમાં નિરાશા

દાહોદ, દાહોદ શહેરમાં આજથી ર્માં ના નવલા નોરતાનો પ્રારંભ થયો છે. ત્યારે આજરોજ પ્રથમ નોરતે જ વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠુ પડતાં ખૈલાયાઓમાં નિરાશા જોવા મળી હતી. ત્યારે બીજી તરફ ગરબા આયોજનકોમાં ચિંતાની સાથે દોડધામ પણ જોવા મળી હતી.

ગુજરાત રાજ્યમાં નવરાત્રીમાં ખેલૈયાઓ માટે માઠા સમાચાર સામે આવ્યા છે. જેમાં નોરતામાં વરસાદની આગાહી છે. તેમાં નવરાત્રીના પ્રથમ અને બીજા નોરતામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની શકયતા છે તથા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યમાં વરસાદ આવી શકે છે. હવામાન વિભાગ દ્વારા નવરાત્રીમાં વરસાદની આગાહી કરી હતી. જે આગાહીને પગલે રાજ્યમાં ફરી વરસાદી માહોલ છવાતા ગરબા આયોજકો ચિંતીત બન્યા છે. દાહોદ શહેરમાં પણ વરસાદી માહોલ છવાયો હતો અને આજરોજ બપોર બાદ સાંજના સમયે માવઠાને પગલે વરસાદી માહૌલ જામ્યો હતો. દાહોદ શહેરમાં વરસાદી માવઠાને પગલે ગરબા આયોજકોમાં ચિંતા જોવા મળી હતી, તો બીજી તરફ ગરબા આયોજકોમાં દોડધામ પણ મચી હતી. વરસાદથી ખેડૂતોનાં ઉભા પાકમાં મોટું નુકશાન થવાની શક્યતા છે. કપાસ, મગફળી અને ડુંગળી સહિતનાં પાકમાં નુકશાન છે. ખેડૂતોની સાથે ગરબા મંડળનાં સંચાલકોમાં પણ ચિંતા વ્યાપી ગઈ છે.