- પોલીસે ગણતરીના કલાકમાં રીક્ષા ચાલકને ઝડપ્યો.
દાહોદ,
દાહોદ પડાવમાં ગારખાયા જવાના રસ્તે રિક્ષા ઉભી રાખી તેમાં બેઠેલ પેસેંજરને નીચે ઉતારી એક પેસેંજરના ખિસ્સામાં હાથનાંખી રૂપિયા 42000 કાઢી ઝુંટવી લઈ રીક્ષા લઈ નાસી જવાની ઘટના ભર બપોરે બનવા પામતાં પોલીસે ગણતરીના કલાકોમાં રીક્ષાના ચાલક સહિત બે જણાની ધરપકડ કરી જેલના સળીયા પાછળ મોકલી આપ્યાનું જાણવા મળ્યું છે.
ખેડા જિલ્લાના ઠાસરા ગામના બાબુભાઈ રાયસીંગભાઈ પરમાર પોતાની રીક્ષા ઠાસરા ગામના અરવીંદભાઈ મનસુખભાઈ સોલંકીને બેસાડી પોતાની રીક્ષા લઈ પડાવમાં ઉભો હતો તે દરમ્યાન બપોરના સાડા બાર વાગ્યાના સુમારે નગરાળા ગામના ખેડા ફળિયાના માનીયાભાઈ મીઠીયાભાઈ પરમાર સહીત બે જણાને ગરવાળા ગામે જવાનું કહી પોતાની રિક્ષામાં બેસાડ્યા હતા. રીક્ષા ચાલુ કરી નગરાળા નહીં લઈ જઈ તેની રીક્ષા ટીવીએસ શો રૂમથી પાછી લાવી ગારખાયા જવના રોડની બાજુમાં ઉભી રાખી રીક્ષામાંથી નગરાળા ગામના માનીયાભાઈ મીઠીયાભાઈ પરમાર તથા તેના સાથેના માણશને રિક્ષામાંથી નીચે ઉતારી રીક્ષામાં બેઠેલે ઠાસરાના અરવીંદભાઈ મનસુખભાઈ સોલંકીએ નગરાળાના માનીયાભાઈ મીઠીયાભાઈ પરમારના પેન્ટના ખિસ્સામાં હાથ નાંખી રોકડા રૂપિયા 42000 કાઢી ઝુંટવી લઈ રીક્ષામાં બેસી નાસી ગયા હતા.
આ સંબંધે નગરાળા ગામના માનીયાભાઈ મીઠીયાભાઈ પરમારે નોંધાવેલ ફરિયાદને આધારે દાહોદ એ ડીવીઝન પોલીસે ઈપિકો કલમ 379(એ) (3) તથા 114 મુજબનો ગુનો નોંધી આગળની તપાસ હાથધરી નેત્રમ કમેરેનાની મદદથી બંને આરોપીઓની પોલીસે ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી જેલના સળીયા પાછળ મોકલી આપ્યા છે.