દાહોદના નવાગામે ” વડ પીપરેશ્વર સંકટમોચન હનુમાન” મંદિરનુંં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજના

દાહોદ, દાહોદ તાલુકાના નવાગામ ખાતે “વડ પીપરેશ્વર સંકટમોચન હનુમાન” મંદિરની પુન: પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉત્થાનવિધિ, હવન, ભવ્યાતિભવ્ય શોભાયાત્રા અને ધર્મસભા જેવાં કાર્યક્રમો યોજાયા હતાં. આ પ્રસંગે પિપળખુંટાનાં મહંત 1008, મહામંડલેશ્ર્વર દયારામદાસજી મહારાજ, હિંદુ સંગઠનના કાર્યકર્તાઓ તથા વિશાળ સંખ્યામાં ગામલોકો ઉપસ્થિત રહ્યાં હતા.

જનમેદનીને સંબોધતા મહારાજ એ જણાવ્યું હતું કે, ધર્મપરિવર્તન રોકવાં માટે તમામ લોકોએ ખૂબ શક્તિ થી કામ કરવું પડશે અને હિંદુ ધર્મનો વ્યાપ વધારવો પડશે. તદ્ઉપરાંત બેટી બચાવો, સામાજીક કુરીવાજો નાબુદી, વ્યસનમુક્તિ, પર્યાવરણનું સંવર્ધન જેવાં વિષયો ઉપર વક્તવ્ય રજૂ કર્યુ હતું. લોકોમાં સામાજીક સમરસતાનો ભાવ નિર્માણ થાય અને ગામની અખંડિતતા જળવાઈ રહે તે હેતું દર વર્ષે “પાટોત્સવ”નું આયોજન કરવાં આહ્વાન કર્યુ હતું.

આ અવસરે મને પણ વક્તવ્ય આપવાનું સૌભાગ્ય સાંપડ્યુ તે બદલ આયોજકબંધુઓનો અંત:કરણ પૂર્વક આભાર.