દાહોદ,દાહોદ તાલુકાના મુવાલીયા ગામે ઘરની બહાર મુકી રાખેલ ઘાસના ઢગલામાં આકસ્મિક આગ લાગતાં આગની લપેટમાં ઘર પણ આવી જતાં ઘાસ અને ઘસ બંન્ને બળીને ખાખ થઈ ગયું હતું. આગમાં અંદાજે લાખ્ખોનું નુકસાન થયું હોવાનું જાણવા મળે છે.
દાહોદ તાલુકાના મુવાલીયા ગામે ચોરા ફળિયામાં ઘરની બહાર મુકી રાખેલ આગમાં આકસ્મિક આગ લાગતાં વિસ્તારમાં અફરા તફરીનો માહૌલ સર્જાઈ જવા પામ્યો હતો. ઘટનાને પગલે સ્થાનીકોએ આગને હોલવવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો પરંતુ આગે વિકરાળ ધારણ કરતાં જોતજોતામાં આગની લપેટમાં ઘર પણ આવી જતાં આગની અગન જ્વાળાઓમાં ઘાસ અને ઘર બંન્ને આવી ગયું હતું. ઘટનાની જાણ સ્થાનીક ફાયર ફાઈટરના લાશ્કરોને કરવામાં આવતાં ફાયર ફાઈટરના લાશ્કરો પાણીના બંબા સાથે ઘટના સ્થળે પહોંચી ગયાં હતા. જ્યાં પાણીનો ભારે મારો ચલાવી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગ ક્યાં કારણોસર લાગી તે હાલ જાણી શકાયું નથી, પરંતુ આગમાં અંદાજે લાખ્ખોનું નુકસાન થવા પામ્યું છે. સદ્દનસીબેન લાગેલ આગમાં કોઈ પ્રકારની જાનહાની ન થતાં સૌ કોઈએ હાશકારો અનુભવ્યો હતો.