દાહોદ,
દાહોદ તાલુકાના મોટીસારસી ગામેથી પોલીસે એક ઈકો ફોર વ્હીલર ગાડીમાંથી વિદેશી દારૂનો કુલ રૂા. 34,272 સાથે ગાડીની કિંમત મળી કુલ રૂા. 2,49,272ના મુદ્દામાલ સાથે પોલીસે ગાડીમાં સવાર ચાલક સહિત 3 ઈસમોની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે.
ગત તા.05મી નવેમ્બરના રોજ દાહોદ તાલુકા પોલીસને મળેલ બાતમીના આધારે મોટીસારસી ગામે નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં તે સમયે બાતમીમાં દર્શાવેલ એક ઈકો ફોર વ્હીલર ગાડી ત્યાંથી પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને ગાડી નજીક આવતાંની સાથે પોલીસે તેને ચારેય તરફથી ઘેરી લઈ ગાડીમાં સવાર અરવિંદભાઈ અમરસીંઘભાઈ ખનોડ (ગારી) (રહે. બોરીયા, બોરીયાળી, ફળિયું, તા. ગરબાડા, જિ.દાહોદ), રાકેશભાઈ મોહનભાઈ દેવડા (ગારી) (રહે. ભેગારી, ફળિયું, તા. ગરબાડા, જિ.દાહોદ) અને વિપુલભાઈ જંગલસીંગ ભુરીયા (રહે. ભેગારી ફળિયું, તા. ગરબાડા, જિ.દાહોદ) નાઓની પોલીસે અટકાયત કરી ગાડીની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂ તથા બીયરની બોટલો નંગ. 336 કિંમત રૂા. 34,242 તથા ગાડીની કિંમત મળી કુલ રૂા. 2,49,272ના મુદ્દામાલ સાથે ઉપરોક્ત ત્રણેય જણા વિરૂધ્ધ દાહોદ તાલુકા પોલીસે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.