દાહોદ, દાહોદ શહેરના મોટા ઘાંચીવાડ વિસ્તારમાં ચેપી રોગ ફેલાયો છે. જેમાં લોકોની આંખો લાલ તેમજ આંખ ઉપર સોજા આવી જતાં આ અંગેની જાણ દાહોદ આરોગ્ય વિભાગની ટીમને થતાં આરોગ્ય વિભાગની ટીમ મોટા ઘાંચીવાડ વિસ્તાર ખાતે પહોંચી જઈ સર્વે કામગીરી હાથ ધરી હતી. જેમાં મોટા ભાગના લોકોમાં આ સમસ્યા જોવા મળી હતી.
દાહોદ શહેરના મોટા ઘાંચીવાડા વિસ્તારમાં છેલ્લા કેટલાંક દિવસોથી આ વિસ્તારના લોકોને આંખની સમસ્યા જોવા મળી હતી. જેને પગલે આ વિસ્તારના લોકો નજીકના સરકારી દવાખાના સહિત ખાનગી દવાખાનામાં જોવા મળ્યાં હતાં. દર્દીઓને આ સમસ્યામાં આંખ લાલ થવી તેમજ આંખ ઉપર સોજા આવી ગયાં હતાં. આ અંગેની જાણ દાહોદ આરોગ્ય વિભાગની ટીમને થતાં આરોગ્ય વિભાગની ટીમ મોટા ઘાંચીવાડ વિસ્તારમાં પહોંચી ગઈ હતી. જે લોકોમાં આ સમસ્યા જોવા મળી આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તેઓને આઈ ડ્રોપ વિતરણ કરવામાં આવ્યાં હતાં. આ સાથે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આ સમસ્યા ક્યાં કારણોસર ઉદ્ભવી રહી છે, તે માટે આ વિસ્તારના પાણીના નમુના પણ લેવામાં આવ્યાં હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા જાણવા મળ્યાં અનુસાર, આ ક્ધસેટીવ વાઈરલ છે અને આવા દર્દીઓની સારવાર કરવામાં આવી છે. આ વાઈરલ વિસ્તારમાં ગંદકીને કારણે ફેલાય છે. સ્વચ્છતા ન જાળવવાના કારણે તેમજ ખાવા, પાણી પીવામાં ધ્યાન ન રાખતા હોવાને કારણે આ વાઈરલ ફેલાય છે. આ વાઈરલ એકબીજાના સંપર્કમાં આવવાના કારણે વધુ ફેલાય છે. માટે ગંદકી ન કરવી, સ્વચ્છતા જાળવવી તેમજ જેને આ લક્ષણો હોય તેવા વ્યક્તિઓએ આરોગ્ય મામલે ધ્યાન આપવું જરૂરી છે.