દાહોદ,દાહોદ શહેરના કસ્બા મોટીઘાંચીવાડા વિસ્તારમાં અગાઉના ઝઘડાની અદાવત રાખી બે ઈસમોએ એક યુવતી તેમજ એક મહિલાને ગડદાપાટ્ટુનો માર મારી એકને ચપ્પુ કપાળના ભાગે મારી લોહીલુહાણ કરી મારી નાંખવાની ધમકીઓ આપતાં પોલીસમાં ફરિયાદ નોંધાંયાનું જાણવા મળે છે.
દાહોદ શહેરના મોટા ઘાંચીવાડ વિસ્તારમાં રહેતાં રાજીરાબેન હમીદભાઈ જાડા ગત તા.19મી એપ્રિલના રોજ પોતાના નાનીના ઘરે દાહોદ શહેરના કસ્બા મોટાઘાંચીવાડ વિસ્તારમાં હતા તે સમયે ત્યાં અસલમ અહેમદ સફી દલાલ તથા અશરફ એહમદ સફી દલાલ (બંન્ને રહે. મોટાઘાંચીવાડ, દલાલ ફળિયું, તા. જી. દાહોદ) નાઓ આવ્યાં હતાં અને અગાઉથી જુનો ઝઘડો ચાલતો હોઈ અને ગંદા પાણઈના નિકાલ બાબતે ઝઘડો કરતાં હોય તે સમયે રાજીરાબેન ત્યાં ગયા હતા. ત્યારે ઉપરોક્ત બંન્ને ઈસમો એકદમ ઉશ્કેરાઈ ગયાં હતાં અને કહેવા લાગેલ કે, તું અહીં કેમ આવી, તેમ કહી અસલમે તેના હાથમાનું ચપ્પુ રાજીરાબેનના કપાળના ભાગે મારતાં રાજીરાબેન લોહીલુહાણ થઈ ગયાં હતા. ત્યારે વચ્ચે છોડાવવા પડેલ સા.હુરબાઈને પણ ઉપરોક્ત બંન્ને ઈસમોએ ગડદાપાટ્ટુનો માર મારી તેમજ હાથ પકડી મરડી બેફામ ગાળો બોલી મારી નાંખવાની ધમકીઓ આપતાં આ સંબંધે ઈજાગ્રસ્ત રાજીરાબેન શહેજાદ જાડાએ દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.