દાહોદ, દાહોદ તાલુકાના મેઘા જીઆઈડીસી ખાતે આવેલ એક વેપારીના અનાજના ગોડાઉનમાં અજાણઅયા ચોર ઈસમોએ ગોડાઉનનું તાળુ તોડી અંદરથી મકાઈના કટ્ટા નંગ.18 કિંમત રૂા.25,000ની મત્તાની ચોરી કરી નાસી ગયાંનું જાણવા મળે છે.
ગત તા.26મી જાન્યુઆરીના રોજ દાહોદ શહેરના ગોદી રોડ ખાતે રહેતાં અને દાહોદ તાલુકાના ખરેડી ગામે આવેલ મેગા જીઆઈડીસીમાં અનાજનું ગોડાઉન ધરાવતાં ઈબ્રાહીમ બાકીરભાઈ મીસ્ટરના ગોડાઉનમાં રાત્રીના સોઈ પણ સમયે અજાણ્યા ચોર ઈસમો ગોડાઉનને નિશાન બનાવ્યું હતું અને ગોડાઉનના દરવાજાનું તોળુ તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ગોડાઉનમાંથી મકાઈના કટ્ટા નંગ.18 કિંમત રૂા.25,000ની ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે ઈબ્રાહીમ બાકીરભાઈ મીટસ્ટર દ્વારા દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.