દાહોદનાં મનુભાઇની પાકા રસ્તા માટેની માંગણીનું સુખદ નિરાકરણ જિલ્લા સ્વાગત કાર્યક્રમ થકી મળ્યું

દાહોદ,દાહોદનાં શિવશક્તિ સોસાયટી ખાતે રહેતા અરજદાર મનુભાઇ ડામોરે આજે યોજાયેલા જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં ફળીયામાં પાકા રસ્તા અને અન્ય સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે અરજી કરી હતી. જેનું કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં યોજાયેલા જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં સકારાત્મક ઉકેલ આવ્યો હતો અને કલેક્ટરએ ઝડપથી આ કામગીરી પૂર્ણ કરવા અધિકારીઓને સૂચના આપી હતી. મનુભાઇ ડામોરની અરજીનો નિકાલ આવતા તેઓએ સંતોષ વ્યક્ત કર્યો હતો અને આવા સુંદર કાર્યક્રમના આયોજન બદલ સરકારને ધન્યવાદ પાઠવ્યા હતા.