
મુબંઇ મલાડ સ્થિત સંકટ મોચન વિજય હનુમાન તપોવન મુબંઇ ખાતે વિશ્વ વંદનીય પ.પૂ. ટીલા દ્વારા ગાધાચાયે મંગલપીઠાધીશ્વર 1008 માધવાચાર્યજી મહારાજનું સમગ્ર ભારત માંથી પધારેલા સંતો, મહંતોની ઉપસ્થિતિમાં દાહોદ રામજી મંદિર તથા રામાનંદ પાકેના મહામંડલેશ્વર જગદીશદાસ મહારાજ દ્વારા ગુરૂપૂણિર્માના પર્વ નિમિત્તે ગુરૂપુજા, પાદુકાપુજન તથા ગુરૂ વંદનાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો અને આશીર્વાદ મેળવ્યાં હતા. આ પાવન અવસર પર રામાનંદ પાકે દાહોદના સભ્યો ક્રીષ્ણકાતં ગૃપ્તાજી, નરેશભાઈ ચાવડા, ભરતભાઇ પંચાલ તથા વિજયભાઈ પંચાલ તેમજ દાઉજી મંદિર ડાકોરના પુજારી નિવાસદાસજી ઉપસ્થિત રહી આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.