દાહોદ,દાહોદ તાલુકાના મંડાવાવ ગામે વડલી ફળિયામાં અન્યની જમીનમાં ઘર બનાવવાનો મામલે થયેલ ઝઘડામાં લોખંડની પાઇપો ઉછળતા એક મહિલા સહિત ત્રણ જણાને ગંભીર ઇજાઓ થયાનું જાણવા મળ્યું છે.
મંડાવાવ ગામે વડલી ફળિયામાં રહેતા માનસિંહ નવલસિંહ પરમાર, લલીતભાઈ કનુભાઈ પરમાર તથા રવસિંગ દલસિંગ પરમાર એમ ત્રણેય જણા તેમના ફળિયામાં રહેતા 60 વર્ષીય શકરાભાઈ પુંજાભાઈ ખપેડના ઘરે સાંજના સાડા પાંચેક વાગ્યે જઈ બેફામ ગાળો બોલી તમોએ અમારી જમીનમાં કેમ ઘર બનાવેલ છે, તમારૂં ઘર હટાવો. તેમ કહી માનસિંહભાઈ પરમારે શકરાભાઈ ખપેડને ડાબા હાથે લોખંડની પાઇપ મારી હાથ ભાંગી નાખી, રવસીંગભાઇ પરમારે તેના હાથમાંની લોખંડની પાઇપ સકરાભાઈના જમણા હાથે મારી ગંભીર ઇજાઓ કરી તથા લલીતભાઈ પરમારે પંકજભાઈને મોઢાના ભાગે લોખંડની પાઇપમારી તથા કલાબેનને ગડદાપાટુનો માર મારી ઇજાઓ પહોંચાડી હતી. આ સંબંધે મંડાવાવ ગામના વડલી ફળિયાના ગંભીર ઇજાગ્રસ્ત સકરાભાઈ પુંજાભાઈ નોંધાવેલી ફરિયાદને આધારે દાહોદ તાલુકા પોલીસે મંડાવાવ ગામના વડલી ફળિયામાં રહેતા માનસિંહ નવલસિંહ પરમાર લલિત કનુભાઈ પરમાર તથા રવસિંગ દલસિંગ પરમાર 323, 325, 504, 114 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.