દાહોદના લીમડાબરા ગામે કુટુંબી વ્યકિતનું મોત નિપજાવા મામલે બે પક્ષો વચ્ચે મારામારી

દાહોદ,

દાહોદ તાલુકાના લીમડાબરા ગામે કુટુંબી એક વ્યક્તિઓનું મોત નીપજતાં આ મામલે થયેલ ઝઘડામાં બે પક્ષો વચ્ચે સામસામે મારામારી થતાં બંન્ને પક્ષના કુલ પાંચથી છ વ્યક્તિઓને શરીરે ઈજાઓ પહોંચતાં તમામને દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે.

દાહોદ તાલુકાના લીમડાબરા ગામે કૌટુંબીક પરિવાર માંથી એક વ્યક્તિનું મોત નીપજતાં ઉશ્કેરાયેલ મૃતકના પરિવારજનોએ ગામમાં રહેતાં અને તેમનાજ કુટુંબીજનના એક પરિવાર પર પથ્થર મારો તેમજ સામસામે પથ્થર મારામાં તેમજ બંન્ને પક્ષો વચ્ચેની મારામારીમાં લીમડાબરા કાંકરીડુંગરી ફળિયામાં રહેતાં રાજુભાઈ સમસુભાઈ દેવધા, મડીયાભાઈ જાલુભાઈ દેવધા, લલીતભાઈ ફુલજીભાઈ દેવધા, જાલુભાઈ મલાભાઈ દેવધા તેમજ જલાભાઈ દેવધા તેમજ ગામના સરપંચ સહિત પાંચથી છ વ્યક્તિઓને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં આ તમામ ઈજાગ્રસ્ત વ્યક્તિઓને દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં.