દાહોદ,
દાહોદ તાલુકાના ખરોડ ગામે વાવીયાવાડા ફળિયામાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની સામે રોડ પર વોચ ગોઠવી દાહોદ તાલુકા પોલીસે ઘાસચારાની કે પાણીની સગવડ રાખ્યા વગર કતલ કરવા માટે ટુંકા દોરડાથી ક્રુરતા પુર્વક બાંધી અતુલ શક્તિ રીક્ષા ગાડીમાં લઈ જવાતી બે ભેંસો ભરેલ રીક્ષા દાહોદ તાલુકાના પોલીસે પકડી બે ભેંસોને મુક્ત કરાવ્યાનું જાણવા મળ્યું છે.
દાહોદ કસ્બા પટડી ચોકમાં રહેતો સાકીરભાઈ મુનાફભાઈ મોગલ તેના કબજાના જીજે-20 ડબલ્યુ-2127 નંબરની અતુલ રીક્ષા ગાડીમાં ઘાસ ચારા કે પાણીની સગવડ રાખ્યા વગર ટુંકા દોરડા વડે ક્રુરતા પુર્વક બાંધીને કાળા કલરની બે ભેંસો કતલખાને લઈ જવાતી હોવાની જીવદયા પ્રેમીઓ દ્વારા દાહોદ તાલુકા પોલીસને બાતમી મળી હતી. જે બાતમીના આધારે દાહોદ તાલુકા પોલીસ તથા જીવદયા પ્રેમીઓની ટીમે ભેગા મળી ગતરોજ સાંજે પાંચ વાગ્યાના સુમારે ખરોડ ગામે વાણીયાવાવ ફવીયામાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની સામે રોડ પર જરૂરી વોચ ગોઠવી હતી. તે દરમ્યાન ત્યાંથી પસાર થતી બાતમીમાં દર્શાવેલ નંબરવાળી અતુલ રીક્ષા ગાડીને પોલીસે રોકી ગાડીમાંથી રૂા. 40 હજાર કુલ કિંમતની બે ભેંસો પકડી પાડી મુક્ત કરી રૂા. 50,000ની કિંમતની અતુલ રીક્ષા મળી રૂા. 90,000નો મુદ્દામાલ કબજે લઈ દાહોદ કસ્બા પટડી ચોકમાં રહેતો રીક્ષા ચાલક સાકીરભાઈ મુનાફભાઈ મોગલની ધરપકડ કરી જેલના સળિયા પાછળ મોકલી આપી દાહોદ તાલુકા પોલીસે આ મામલે એનીમલ ક્રુઅલ્ટી એક્ટ કલમ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.