દાહોદ,
દાહોદ તાલુકાના ખરોડ ગામે એક માળના મકાન પર કામ કરી રહેલા 35 વર્ષીય શ્રમિકનો પગ અકસ્માતે લપસી જતાં ઉંધા માથે જમીન પર પટકાતા તેને માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેને સારવાર માટે દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં લાવતા સારવાર મળે તે પહેલા જ તેને દમ તોડી દેતા તેના પરિવારમાં માતમ છવાયો છે.
દાહોદ તાલુકાના ખરોડ ગામે એક માળના મકાન પર કામ ચાલતું હતું તે કડિયા કામ દાહોદ તાલુના બોરવાણી ગામના ખાયા ફળિયામાં રહેતા 35 વર્ષીય શ્રમિક રાજુભાઈ ડામોર પોતે કરી રહ્યો હતો. તે સમયે રાજુભાઈ ડામોરનો પગ અચાનક લપસી જતાં તે ઉંધા માથે જમીન પર પટકાયો હતો જેથી તેના માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થવા પામી હતી. ઘટનાની જાણ થતાં જ મકાન માલિક તથા રાજુભાઈ ડામોરના સાથે કામ કરવાવાળા મિત્રો દોડી આવ્યા હતા. રાજુભાઈને તાત્કાલિક દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવતાં રાજુભાઈને સારવાર મળે તે પહેલા રાજુભાઈનું મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી. આ સંબંધે સ્થાનીક પોલીસે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.