દાહોદના ખરોડ ગામે બાઈક સ્લિપ ખાતા ચાલકનુ મોત

દાહોદ, દાહોદ તાલુકાના ખરોડ ગામે એક મોટરસાયકલ સ્લિપ ખાઈ જતા મોટરસાયકલ પણ સવાર ચાલકને શરીરે, હાથે-પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં મોત નીપજયું હતુ.

દાહોદ તાલુકાના ડોકી ગામે પટેલ ફળિયામાં રહેતા જયંતિભાઈ પારસીંગભાઈ સંગાડા મોટરસાયકલ લઈ દાહોદ તાલુકાના ખરોડ બાયપાસ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા તે સમયે અચાનક મોટરસાયકલ સ્લિપ ખાઈ જતા જયંતિભાઈ મોટરસાયકલ પરથી ફંગોળાઈ ગયા હતા જેથી તેમને હાથે-પગે માથામાં ગંભીર ઈજાઓ પહોંચતા તેમનુ મોત નીપજયું હતુ. આ સંબંધે માલુભાઈ પારસીંગભાઈ સંગાડાએ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.