દાહોદ,દાહોદ તાલુકાના ખરોડ ગામે મહિલા સહિત ચાર ઈસમોએ પોતાનો સામાન્ય ઈરાદો પાર પાડવા માટે બે વ્યક્તિઓને પથ્થર પથ્થર વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકીઓ આપી ભારે ધિંગાણું મચાવતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે.
ગત તા.10મી ફેબ્રુઆરીના રોજ દાહોદ તાલુકાના છાપરી ગામે તળાવ ફળિયામાં રહેતાં રમણભાઈ સુરપાળભાઈ મેડા, કાનોભાઈ રમણભાઈ મેડા તથા ભરતભાઈ રૂપાભાઈ ભાભોરનાઓએ એકસંપ થઈ ગેરકાયદેસર મંડળી બનાવી પોતાની સાથે હાથમાં પથ્થરો લઈ ખરોડ ગામે સડક ફળિયામાં આવ્યાં હતાં અને જ્યાંથી પસાર થઈ રહેલા દિનેશભાઈ તથા વિનુભાઈ (બંન્ને રહે. રાબડાળ, તળાવ ફળિયા, તા.જિ.દાહોદ) નાઓને રસ્તામાં રોકી બેફામ ગાળો બોલી પોતાનો સામાન્ય ઈરાદો પાર પાડવા માટે દિનેશભાઈ તથા વિનુભાઈ સાથે ઝઘડો તકરાર કર્યો હતો અને એકદમ ઉશ્કેરાઈ જઈ બંન્નેને પકડી પાડી પથ્થર વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી દિનેશભાઈ અને વિનુભાઈને માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપી હતી.
આ સંબંધે મંગળીયા ઝીથરાભાઈ બારીયાએ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.