દાહોદ,દાહોદ તાલુકાના ખરેડી ગામે શિકારની શોધમાં માનવ વસાહત તરફ ધસી આવેલ શિયાળ ખેતરમાં પાણી ભરેલા કુવામાં ખાબકયુ હતુ. જોકે આસપાસના ભેગા થયેલા લોકોએ શિયાળ અંગેની જાણ દાહોદ વનવિભાગને કરતા વનવિભાગના એસીએફના માર્ગદર્શનમાં વન વિભાગની ટીમે રેસ્કયુ હાથ ધરી ભારે જહેમત બાદ આ શિયાળને કુવામાંથી બહાર કાઢ્યો હતો.
ખરેડી ગામના વડલી ફળિયામાં રાત્રિ દરમિયાન ખોરાકની શોધમાં આવેલ શિયાળ ખેતરમાં આવેલા પાણી ભરેલા કુવામાં ખાબકયુ હતુ. શિયાળ કુવામાં ખાબકયુ હોવાની જાણ ગ્રામજનોને થતાં ગ્રામજનોએ તાત્કાલિક વનવિભાગને જાણ કરવા વિભાગના એસીએફ પરમારના માર્ગદર્શનમાં દાહોદ આરએફઓની આગેવાનીમાં વનવિભાગને ટીમે આજે કુવા ખાતે પહોંચી શિયાળનુ રેસ્કયુ ઓપરેશન હાથ ધર્યુ હતુ. જેમાં ભારે જહેમત બાદ પાણી ભરેલા કુવામાં દોરડા વડે ખાટલો ઉતારી શિયાળનો રેસ્કયુ કરીને પાણીમાંથી બહાર કાઢતા જંગલ તરફ ભાગી ગયુ હતુ.