દાહોદના ખરોદા ગામેથી ઈસમને 27 હજારના ઈંગ્લીશ દારૂ સાથે ઝડપ્યો

દાહોદ, દાહોદ તાલુકાના ખરોદા ગામેથી પોલીસે એક ઈસમને રૂા.26,040ના પ્રોહી જથ્થા સાથે ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દીધાંનું જાણવા મળે છે.

ગત તા.27મી ડિસેમ્બરના રોજ દાહોદ તાલુકાના પોલીસ ખરોદા ગામે આલમની તળાઈ ફળિયા વિસ્તારમાં મળેલ બાતમીના આધારે પેટ્રોલીંગમાં નીકળી હતી. તે સમયે ત્યાં બાતમીમાં દર્શાવેલ ધુલચંદ રત્નાભાઈ ભુરીયા (રહે. ગોવાળી પતરા, ભુરીયા ફળિયું, તા. મેઘનગર, જી. ઝાબુઆ, મધ્યપ્રદેશ) નો પોતાની સાથે થેલાઓ લઈ ઉભો હતો. ત્યારે પોલીસે તેની પાસે જઈ તેની પાસે રહેલ થેલાઓની તલાસી હાથ ધરતાં તેમાંથી વિદેશી દારૂની કુલ 289 બોટલો કિંમત રૂા.26,040ના પ્રોહી જથ્થા સાથે ધુલચંદની અટકાયત કરી આ સંબંધે દાહોદ તાલુકા પોલીસે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.