દાહોદના ખાપરીયામાં ચૂંટણીની અગાઉથી ચાર ઈસમોએ એક વ્યક્તિને જાનથી મારી નાખવાની ધાક ધમકી આપી

દાહોદ,દાહોદ તાલુકાના ખાપરીયા સ્થાનીક સ્વરાજની ચૂંટણીની અદાવતે ચાર ઈસમોએ એક ઈસમને જાનથી મારી નાખવાની ડાક ધમકી આપ્યા નું જાણવા મળેલ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ તાલુકાના ખાપરીયા ગામના આંબલીયાર ફળિયાના પ્રકાશ દિનેશ અમલીયાર, દિનેશ માધુ આમલિયાર,તેમજ માનીયા બદીયા આમલિયાર, જોગડા બદીયા આમલીયારે તેમના જ ગામના ભાભોર ફળિયાના અબિશ તેજીયા ભાભોરના ઘરે જઈ તમે અને તમારા કુટુંબીજનોએ સરપંચની ચૂંટણીમાં અમોને વોટ કેમ આપ્યો નથી તને તો અમે છોડીશું નહીં તેમ કહી જાનથી મારી નાખવાની ધાક ધમકી આપી જતા રહ્યા હતા.

ઉપરોક્ત બનાવ સંદર્ભે ભાભોર ફળિયાના અબિશ તેજીયા ભાભોરે કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા કતવારા પોલીસે ઉપરોક્ત ચારેય ઇસમો વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.