દાહોદના ખંગેલા ગામે રેકડા માંથી 1.19 લાખનો ઈંગ્લીશ દારૂ ઝડપ્યો

દાહોદ,
દાહોદ તાલુકાના ખંગેલા ગામેથી પોલીસે એક રેકડામાંથી વિદેશી દારૂ તથા બીયરનો કુલ રૂા. 1,19,520ના પ્રોહી જથ્થા સાથે રેકડાની કિંમત મળી કુલ રૂા. 1,59,520નો મુદ્દામાલ પોલીસે કબજે કરી ચાલકની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે.

ગત તા.03મી નવેમ્બરના રોજ કતવારા પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસે ખંગેલા ગામે નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતા. તે સમયે બાતમીમાં દર્શાવેલ એક રેકડો ત્યાંથી પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને રેકડાના ચાલક કરણભાઈ મેતાભાઈ ભાભોર (રહે. પુસરી, તા.જિ.દાહોદ) ની પોલીસે અટકાયત કરી રેકડાની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂ થતા બીયરની બોટલો નંગ. 960 કિંમત રૂા. 1,19,520ના પ્રોહી જથ્થા સાથે રેકડાની કિંમત મળી કુલ રૂા. 1,59,520નો મુદ્દામાલ પોલીસે કબજે કરી ઉપરોક્ત ચાલક વિરૂધ્ધ કતવારા પોલીસે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.