દાહોદ, દાહોદ તાલુકાના ખંગેલા ગામે દાહોદ-ઈન્દૌર હાઈવે પર થયેલ માર્ગ અકસ્માતમાં દાહોદ તરફથી પુરપાટ દોડી આવતી ફોરવ્હીલ ગાડી રોડની સાઈડમાં મોટર સાયકલ લઈ ઉભેલ દંપત્તીને અડફેટમાં લઈ ગંભીર ઈજાઓ પહોંચાડી નાસી ગયાનું જાણવા મળ્યું છે.
આગાવાડા ગામના લીમડી ફળિયામાં રહેતા 36 વર્ષીય કાંતાબેન શંકરભાઈ વ્હોનીયા તથા તેના પતિ શંકરભાઈ વહોનીયા સવારના સાતેક વાગ્યાના સુમારે ખંગેલા ગામે દાહોદ-ઈન્દૌર હાઈવે રોડની સાઈડમાં પોતાની જીજે-20 એ.એન-6751 નંબરની મોટર સાયકલ લઈ ઉભા હતા તે વખેત દાહોદ તરફથી પુરપાટ દોડી આવતી જીજે-01 ડબલ્યુ.પી.-0119 નંબરની ફોરવ્હીલ ાડી રોડની સાઈડમાં મોટર સાયકલ લઈ ઉભેલ દંપત્તીને અડફેટમાં લઈ નાસી જતાં કાંતાબેન શંકરભાઈ વહોનીયાને માથાના બાગે તેમજ ડાબા પગે ગંભીર ઈજાઓ થતાં બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ સંબંધે આગાવાડા ગામના લીમડી ફળિયામાં રહેતા ઈજાગ્રસ્ત કાંતાબેન શંકરભાઈ વહોનીયાએ નોંધાવેલ ફરિયાદને આધારે કતવારા પોલીસે અજાણ્યા ફોરવ્હીલ ગાડીના ચાલક વિરૂધ્ધ માર્ગ અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.