દાહોદના ખંગેલા ચેકપોસ્ટ પાસેથી 12 છકડા વાહન માંથી 23.51 લાખનો ઈંગ્લીશ દારૂ સાથે ચાલક ઝડપ્યો

દાહોદ, દાહોદ તાલુકાની ખંગેલા ચેકપોસ્ટ પર રાત્રીના સમયે કતવારા પોલીસે કરેલ નાકાબંધી દરમ્યાન રૂપિયા 23.51 લાખ ઉપરાંતની કિંમતના ઈંગ્લીશ દારૂની પેટીઓ સાથે રૂપિયા 17 લાખની કિંમતની ટાટા કંપનીની વાદળી કલરના અમુલ મિલ્ક મશીનના સ્ટ્રક્ચર સાથેની બાર છકા ગાડી પકડી પાડી રૂા. 10 હજારના બે મોબાઈલ ફોન મળી રૂા. 40,61,640ન મુદ્દામાલ સાથે ગાડીના ચાલકની અટક કર્યાનું જાણવા મળ્યું છે.

ગાંધીના ગુજરાતમાં લાદવામાં આવેલી દારૂબંધીના પડોશી રાજ્યો રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી ટ્રકોની ટ્રકો દારૂ દાહોદના રસ્તે ખેપીયાઓ ગુજરાતમાં ઠાલવીને લીરેલીરા ઉડાડતા જોવા મળી રહ્યા છે. તેવા સમયે મધ્યપ્રદેશ બાજુથી ટાટા કંપનીની વાદળી કલરના અમુલ મિલ્ક મશીન સ્ટ્રક્ચર સાથેની જીજે-06-એયુ-5148 નંબરની બાર છકા ગાડીમાં વિદેશી દારૂનો જંગી જથ્થો ભરી આવનાર હોવાની બાતમી કતવારા પી.એસ.આઈ એ.પી. પરમાર પોતાના સ્ટાફના પોલીસ કર્મીઓને સાથે રાખી રાત્રીના સમયે ખંગેલા ચેકપોસ્ટ પર નાકાબંધી કરી ત્યાંથી આવતા જતા નાના-મોટા તમામ વાહનો પર ચાંપતી નજર રાખી રહ્યા હતા. તે દરમ્યાન મધ્યપ્રદેશ બાજુથી આવી રહેલી બાતમીમાં દર્શાવેલ ટાટા કંપનીની વાદળી કલરના અમુલ મિલ્ક મશીન સ્ટ્રક્ચર સાથેની બાર છકા ગાડી દુરથી નજરે પડતાં નાકાબંધીમાં ઉભેલ કતવારા પોલીસ સાબદી બની હતી અને નજીક આવતાં જ પોલીસે તે ગાડીને ઉભી રાખવાનો ઈશારો કરી ઉભી રખાવી તે ગાડીની તલાશી લઈ ગાડીમાં વિદેશી દારૂનો જંગી જથ્થો જોઈ ચોંકી ઉઠી હતી અને ગાડીમાંથી રૂા. 23,51,640ની કુલ કિંમતની ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂ રોયલ ચેલેંજર, મેકડોલ નં-1 તથા ઓલ સીઝનની મળી કુલ બોટલ નંગ-5640 ભરેલ પેટીઓ નંગ470 પકડી પાડી ગાડીના ચાલક રાજસ્થાનના બાડમેર જીલ્લાના કંકરાલા ગામના કેશારામ સુખરામ જાટ(ભીન્સર)ની અટક કરી તેની પાસેથી રૂા. 5000ની કિંમતનો ટેકનો કંપનીનો મોબાઈલ તથા રૂપિયા 5000ની કિંમતનો રીઅલમી કંપનીનો નોટઝો ઈેન્ડ્રોઈડ મોબાઈલ ઝડપી પાડી દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ રૂપિયા 17 લાખની કિંમતની ટાટા કંપનીની વાંદળી કલરના અમુલ મિલ્ક મશીનના સ્ટ્રક્ચર સાથેની બાર છકડા ગાડી મળી રૂા. 40,61,340નો મુદ્દામાલ કબજે લઈ કતવારા પોલીસે આ સંદર્ભે પકડાયેલા ગાડી ચાલક રાજસ્થાનનના બાડમેર જીલ્લાના કંડરાલા ગામના કેશારામ સુખરામ જાટ, ગાડીમાં દારૂ ભરાવી આપનાર રાજસ્થાનના બીસાણીયા ગામના હીરારામ ચીમારામ તરડ, ગાડીનો માલીક, દારૂના ઠેકાવાળો તથા દારૂ મંગાવનાર જુનાગઢનો ઈસમ મળી કુલ પાંચ જણા વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.