દાહોદના ખંગેલા ચેકપોસ્ટ પરથી પીકઅપમાં લઈ જવાતા 1.52 લાખના દારૂ સાથે ત્રણ ઈસમોને ઝડપ્યા

દાહોદ,દાહોદ તાલુકાના ખંગેલા ચેક પોસ્ટ પરથી પોલીસે એક પીકઅપ ફોર વ્હીલર ગાડીમાંથી વિદેશી દારૂ તથા બીયરના રૂા.1,52,640ના પ્રોહી જથ્થા ફોર વ્હીલર ગાડીની કિંમત મળી પોલીસે કુલ રૂા.3,62,640નો મુદ્દામાલ કબજે ગાડીમાં સવાર પાંચ ઈસમો પૈકી ત્રણની પોલીસે અટકાયત કરી હોવાનું જ્યારે બે ઈસમો પોલીસને ચકમો આપી નાસી જવામાં સફળ રહ્યાંનું જાણવા મળે છે.

ગત તા.19મી માર્ચના રોજ પોલીસને મળેલ બાતમીના આધારે દાહોદના ખંગેલા ચેક પોસ્ટ પર નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હત. ં તે સમયે બાતમીમાં દર્શાવેલ એક પીકઅપ ફોર વ્હીલર ગાડી ત્યાંથી પસાર થઈ હતી. ત્યારે પીકઅપ ગાડીના ચાલકે દુરથી પોલીસને જોઈ પોતાના કબજાની ગાડી ભગાવી ભાગવાનો પ્રયાસ કરતાં પોલીસે ફોર વ્હીલર ગાડીનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો. જેમાં ગાડીમાં સવાર સોયેબભાઈ ઈબ્રાહીમ જેથરા (બારીયા કાપડી, બિલાલ મસ્જીદ પાસે, તા. દેવગઢ બારીઆ, જી.દાહોદ) જગદીશકુમાર વિજયભાઈ બારીયા (રહે. ડાંગરીયા, પી.ટી.સી. કોલેની પાછળ, તા. દેવગઢ બારીઆ, જી.દાહોદ), શૈલેષભાઈ શંકરભાઈ નાયક (રહે. ડાંગરીયા, પી.ટી.સી. કોલેની પાછળ, તા. દેવગઢ બારીઆ, જી.દાહોદ), રાકેશભાઈ ભારતભાઈ પટેલ (રહે. ડાંગરીયા, પી.ટી.સી. કોલેની પાછળ, તા. દેવગઢ બારીઆ, જી.દાહોદ) અને કાળુભાઈ (રહે. દેવગઢ બારીયા, આર્ટસ કોલેજની બાજુમાં, તા. દેવગઢ બારીઆ, જી.દાહોદ) નાઓ પૈકી પોલીસે સોયેબભાઈ, જગદીશકુમાર અને શૈલેષભાઈને ફોર વ્હીલર ગાડી સાથે ઝડપી પાડ્યાં હતાં જ્યારે રાકેશભાઈ તથા કાળુભાઈ નાસી જવામાં સફળ રહ્યાં હતાં. પોલીસે ફોર વ્હીલર ગાડીની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂ તથા બીયરની કુલ બોટલો નંગ.1320 કિંમત રૂા.1,52,640ના પ્રોહી જથ્થા સાથે ફોર વ્હીલર ગાડીની કિંમત મળી કુલ રૂા.3,62,640નો મુદ્દામાલ પોલીસે કબજે કરી આ સંબંધે કતવારા પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.