દાહોદ,
દાહોદ તાલુકાના ખંગેલા ચોકપોસ્ટ પરથી કતવારા પોલીસે નાકાબંધી દરમ્યાન એક ફોર વ્હીલર ગાડીમાંથી રૂા.2,42,400ના વિદેશી દારૂના જથ્થા સાથે ગાડીની કિંમત મળી કુલ રૂા.5,43,400ના મુદ્દામાલ સાથે ગાડીના ચાલક સહિત બેની અટકાયત કરી હોવાનું જ્યારે આ વિદેશી દારૂની ગાડીની અન્ય એક વાહન સાથે પાયલોટીંગ કરી રહેલ અન્ય એક ઈસમ ગાડી લઈ ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળે છે.
ગત તા.19મી નવેમ્બરના રોજ કતવારા પોલીસને મળેલ બાતમીના આધારે ખંગેલા ચેકપોસ્ટ પર નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરી રહી હતી. તે સમયે બાતમીમાં દર્શાવેલ એક ફોર વ્હીલર ગાડી ત્યાંથી પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને ગાડી નજીક આવતાંની સાથે તેને ચારેય તરફથી ઘેરી લઈ ગાડીમાં સવાર ચાલક વિનય રાજેન્દર દાણેક અને તેની સાથેનો સુરેન્દ્ર રાજરૂપ વાલમીકી (બંન્ને. રહે. હરિયાણા) નાની પાલીસે અટકાયત કરી ફોર વ્હીલર ગાડીની પોલીસે તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂની કુલ બોટલો નંગ. 588 કિંમત રૂા.2,42,400નો પ્રોહી જથ્થો, મોબાઈલ ફોન તેમજ ગાડીની કિંમત મળી કુલ રૂા.5,43,400 નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. પોલીસોે ઉપરોક્ત ઝડપાયેલ બંન્ને ઈસમોની પુછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, હિતેશ ઠાકુર (રહે. હરિયાણા) નો તેના કબજાની અન્ય એક ગાડીમાં બેસી પાયલોટીંગ કરી રહ્યો હતો.
આ સંબંધે કતવારા પોલીસે ઉપરોક્ત ત્રણેય ઈસમો વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.