દાહોદ, દાહોદ તાલુકાના ખંગેલા ચેકપોસ્ટ પરથી કતવારા પોલીસે એક આઈસર ગાડી માંથી વિદેશી દારૂનો કુલ રૂા.36,06,000ના પ્રોહી જથ્થા સાથે ગાડીની કિંમત મળી કુલ રૂા.56,16,000નો મુદ્દામાલ પોલીસે કબજે કરી ગાડીના ચાલક સહિત બે ઈસમોની પોલીસે અટકાયત કરી હોવાનું જાણવા મળે છે.
દાહોદ જીલ્લો મધ્યપ્રદેશ અને રાજસ્થાનને જોડતો જીલ્લો છે, તેમાંય ખાસ કરીને દાહોદ જીલ્લા માંથી વિદેશી દારૂની હેરાફેરી ગુજરાત રાજ્યમાં મોટા પ્રમાણમાં થતી હોવાની ભારે ચર્ચાઓ વચ્ચે દાહોદ જીલ્લા પોલીસ વડાની સુચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જીલ્લાની તમામ પોલીસ કામગીરી કરી રહી છે. ત્યારે ગતરોજ કતવારા પોલીસને મળેલ બાતમીના આધારે ખંગેલા ચેકપોસ્ટ પર નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતા. તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક આઈસર ગાડી પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને ગાડી નજીક આવતાંની સાથે તેને ચારેય તરફથી ઘેરી લઈ ગાડીમાં સવાર વિકાસકુમાર રાજમલજી તેલી અને તેની સાથેનો દેવેંદ્રભાઈ રામલાલ નાયી (બંન્ને રહે. રાજસ્થાન)નાની પોલીસે અટકાયત કરી ગાડીની તલાસી લેતાં પોલીસ ચોંકી ઉઠી હતી. આઈસર ગાડીમાંથી પોલીસે વિદેશી દારૂની પેટીઓ નંગ.500 જેની કુલ કિંમત રૂા.56,16,000ના પ્રોહી જથ્થા સાથે ઝડપાયેલ ઈસમો પાસેથી મોબાઈલ ફોન તેમજ આઈસર ગાડીની કિંમત મળી પોલીસે કુલ રૂા.56,16,000નો મુદ્દામાલ કબજે કરી ઉપરોક્ત ઝડપાયે ઈસમોની પુછપરછ કરતાં આ વિદેશી દારૂનો જથ્થો ગૌતમ સેન (રહે. રાજસ્થાન), વિદેશી દારૂનો જથ્થો ભરી આપનાર, દારૂના ઠેકાનો માલીક, વિદેશી દારૂ મંગાવનાર વડોદરાના ઈસમ તેમજ અન્ય એક ઈસમ મળી એકબીજાની મદદગારીમાં હેરાફેરી કરતાં હોવાની કબુલાત કરતાં આ સંબંધે કતવારા પોલીસે તમામ વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.