દાહોદ,દાહોદ તાલુકાના કતવારા ગામે મેઈન બજારમાં સેન્ટ્રલ બેન્કની બાજુમાં પાર્ક કરેલ રૂપિયા 35000ની કિંમતની મોટર સાયકલ રાતે ચોરાયાનું જાણવા મળ્યું છે.
કતવારા ગામના મેઈન બજારમાં ગત તા. 28-4-2023ના રોજ રાતના સમયે ત્રાટકેલ બાઈકચોરોએ પોતાનો કસબ અજમાવી સેન્ટ્રેલ બેન્કની બાજુમાં રહેતા સંજયકુમાર પ્રવિણકુમાર દરજીની પોતાના ઘરના આંગણામાં પાર્ક કરેલી રૂપિયા 35000ની કિંમતની જીજે-20 બીસી-9887 નંબરની સને 2023ના મોડલની હિરોકંપનીની સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલનું સ્ટેરીંગ લોક તોડી નાંખી મોટર સાયકલ ચોરીને લઈ ગયા હતા.
આ સંબંધે કતવારા મેઈન બજારમાં સેન્ટ્રલ બેન્કની બાજુમાં રહેતા સંજયકુમાર પ્રવીણભાઈ દરજીએ નોંધાવેલી ફરિયાદને આધારે કતવારા પોલીસે ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.