દાહોદ, દાહોદ તાલુકાના કતવારા પોલીસે રાત્રીના સમયે પેટ્રોલીંગ દરમ્યાન રવાળી ખેડા ગામે રોડ પરથી ધામરડાના એક ખેપીયાને રૂા.26 હજાર ઉપરાંતની કિંમતનો દારૂ બીયરના જથ્થા સાથે પકડી પાડ્યાનું જાણવા મળ્યું છે.
ગઈકાલે મોડી રાતના દોઢેક વાગ્યાના સુમારે કતવારા પોલીસે પેટ્રોલીંગમાં નીકળી હતી તે દરમ્યાન ધામરડા ગામના ચૌહાણ ફળિયાના રાજુભાઈ કાળુભાઈ મોહનીયાને વિમલના થેવલાઓ સાથે રવાળી ખેડા ગામે રોજ પરથી શંકાસ્પદ હાલતમાં પકડી પાડી તેની પાસેના વિમલના થેલાઓની તલાસી લઈ વિમલના થેલાઓમાંથી રૂા.14,400ની કુલ કિંમતની બેગ પાઈપર વ્હીસ્કીની 180 મીલીની છુટ્ટી બોટલો નંગ-96, રૂા.8640ની કુલ કિંમતના માઉન્ટસ બીયરના ટીન નંગ-72 તથા રૂપિયા 3600ની કુલ કિંમતના હેવર્ડસ 5000 બીયર ટીન નંગ-24 મળી કુલ રૂપિયા 26,640ની કુલ કિંમતની બોટલ નંગ-192 પકડી પાડી કબજે લઈ ધામરડા ગામના રાજુભાઈ કાળુભાઈ મોહનીયા વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.