દાહોદના કથોલીયા ગામે પતંગ ચગાવતી વખતે 10 વર્ષીય બાળકને વીજ વાયરથી કરંટ લાગતા બાળકનું મોત: લીમડીમાં 26 વર્ષીય યુવાન પટકતા મોત.

દાહોદ, દાહોદ જીલ્લાના કથોલીયા ગામે એક દસ વર્ષીય યુવકને પતંગ ચગાવતી વેળાએ ધાબા પરથી પસાર થઈ રહેલ વીજ વાયરો મારફતે વીજ કરંટ લાગતા તેમજ ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં રહેતા એક 26 વર્ષીય યુવક પતંગ ચગાવતી ધાબા પરથી અટકાતા તેમનું પણ મોત નીપજ્યું હતું. આમ દાહોદ જીલ્લામાં ઉતરાયણ પર્વ દરમિયાન એક બાળક તેમજ એક યુવકનું મોત નીપજતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી.

કથોલીયા ગામે રહેતા દસ વર્ષીય સિદ્ધાર્થ નામક યુવક ગતરોજ ઉતરાયણ પર્વના દિવસે પોતાના ઘરના ધાબા પર પતંગ ચગાવી રહ્યો હતો. તે સમયે ધાબા ઉપરથી પસાર થઈ રહેલ ચાલુ વીજ કેબલોમાં પતંગનો દોરો ફસાઈ ગયો હતો. આ પતંગનો દોરો કાઢતા સમયે 10 વર્ષીય સિદ્ધાંતને અચાનક વીજ કરંટ લાગતા સિદ્ધાર્થ નું ઘટના સ્થળ પરજ મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી. ઘટનાની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો પણ સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે મૃતક બાળકનો કબજો લઈ તેને પીએમ માટે નજીકના દવાખાને મોકલી આપવામાં આ આવ્યા હતા. ત્યારે બીજી તરફ ઝાલોદ તાલુકાના લીમડીમાં રહેતા 26 વર્ષીય નરેશ મોરી નામક યુવક પોતાના ધાબા પર પતંગ ચગાવી રહ્યો હતો તે સમયે બે વખતે પતંગ ચગાવતી પહેલા એ ધાબા પરથી નીચે પટકાતા તેમનું પણ મોત નીપજતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી.

આ સંબંધે મૃતકના પરિવારના સદસ્ય દ્વારા સ્થાનિક પોલીસ મથકે જાણ કરતા પોલીસે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.