દાહોદ,
વડાપ્રધાનના “પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમની છઠ્ઠી આવૃત્તિ આજે 27મી જાન્યુઆરીના રોજ દિલ્લી ખાતે યોજાનાર છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગુજરાત તરફથી જી.સી.ઈ.આર.ટી. દ્વારા 2 વિદ્યાર્થી અને એક એસ્કોર્ટ ટીચરની પસંદગી કરવામાં આવી છે, તેમા દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના કારઠ ગામની વિદ્યાર્થીની પણ પહોંચી છે.
દાહોદ ખાતે ધોરણ 10મા જવાહર નવોદય વિદ્યાલય, દાહોદ અભ્યાસ કરતી વિદ્યાર્થિની યુગ્મા લલિતભાઈ લબાનાની પસંદગી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ માટે થઈ છે. ઉપરાંત અમદાવાદ ખાતે ધોરણ 9 માં અભ્યાસ કરતા વિદ્યાર્થી દક્ષ ભદ્રેશભાઈ પટેલ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં ગુજરાતનું પ્રતિનધિત્વ કરશે. જ્યારે એસ્કોર્ટ ટીચર તરીકે વિદ્યાર્થીઓ સાથે સરકારી શાળાના શિક્ષિકા પ્રાર્થનાબેન મહેતા સહભાગી થશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પુસ્તકનું વિતરણ કરવામાં આવશે. આ પુસ્તકમાં એક્ઝામ ફિયરને દૂર કરવા માટેના કેટલાક અનુભવો અને ચર્ચાઓનો ઉલ્લેખ કર્યો છે. જેના ભાગરૂપે રાજ્ય સરકારે ચિત્રકામ જેવી વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કર્યું છે. આ સ્પર્ધામાં ભાગ લેતા વિદ્યાર્થીઓને ઈનામ અને પ્રમાણપત્ર આપવાનું પણ રાજ્ય સરકારે આયોજન કર્યુ છે. યુગમા ઝાલોદ તાલુકાના નાનકડા કારઠ ગામની રહેવાસી છે. તેણે પોતાના ગામ, સમાજ અને જિલ્લાનુ ગૌરવ વધાર્યુ છે.