દાહોદના કાળીતળાઈ ગામે માનસીક અસ્વસ્થ 42 વર્ષીય આધેડ તળાવમાં પડી જતાં મોત નિપજાવા પામ્યું

દાહોદ,દાહોદ તાલુકાના કાળીતળાઈ ગામે એક 42 વર્ષીય માનસિક અસ્વસ્થ ધરાવતા યુવક ગામમાં આવેલ એક તળાવમાં અકસ્માતે પડી જતા તળાવના ઊંડા પાણીમાં ગરકાવ થઈ જવાના કારણે 42 વર્ષીય માનસિક અસ્વસ્થ ધરાવતા યુવકનું મોત નીપજ્યાનું જાણવા મળે છે.

ગત તારીખ આઠમી એપ્રિલના રોજ બપોરના 12:00 કલાકે દાહોદ શહેરના દેસાઈવાડા વિસ્તારમાં રહેતા 42 વર્ષીય પંથેશભાઈ પરેશભાઈ દેસાઈની માનસિક સ્થિતિ અસ્વસ્થ હોવાને કારણે દાહોદ તાલુકાના કાળી તળાઈ ગામે આવેલ તળાવ ખાતે પહોંચી ગયા હતા. જ્યાં તળાવના પાણીમાં પંથેશભાઈ અકસ્માતે પડી જતા તેઓનું તળાવના ઊંડા પાણીમાં ડૂબી જવાના કારણે મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે સ્થળ પર પરિવારજનો તેમજ લોકટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો પણ સ્થળ પર દોડી ગયો હતો અને મૃતક પંથેશભાઈના મૃતદેહ નો કબજો લઈ નજીકના દવાખાને પીએમ માટે મોકલી દેવામાં આવ્યા હતા. ત્યારે સમગ્ર ઘટનાને પગલે અનેક ચર્ચાઓએ ભારે પકડ્યું છે. જેમાં મૃતક પંથેશભાઈ ખરેખર અકસ્માતે તળાવમાં પડી ગયા હશે કે પછી તેમની કોઈકે કોઈક કારણોસર હત્યા કરવામાં આવી હશે ? કારણ કે ચર્ચાઓ પ્રમાણે પંથેશભાઈના શરીરે ઘા ના ઇજાઓ પણ હોવાનું કહેવાય રહ્યું છે. ત્યારે આ બનાવમાં સત્ય હકીકત પોસ્ટમોર્ટમ રિપોર્ટ તેમજ પોલીસ તપાસમાં આજે બહાર આવે તેમ છે.

આ સંબંધે મૃતક પંથેશભાઈના સ્વજન દ્વારા દાહોદ તાલુકા પોલીસ મથકે જાણ કરતા પોલીસે પ્રથમ તબક્કે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી તપાસનો ધમધમાટ આરંભ કર્યો છે.