દાહોદ, દાહોદ તાલુકાના કાળીતળાઈ ગામેથી દાહોદ તાલુકા પોલીસે એક મોટરસાઈકલ લઈ જવાતો રૂા.26,310/-ના વિદેશી દારૂના જથ્થા સાથે મોટરસાઈકલની કિંમત મળી કુલ રૂા.56,310/-નો મુદ્દામાલ કબજે કર્યાનું જ્યારે મોટરસાઈકલ પર સવાર ત્રણ પૈકી એકને પોલીસે ઝડપી પાડી જ્યારે બે ઈસમો પોલીસને ચકમો આપી નાશી જવામાં સફળ રહ્યાંનું જાણવા મળે છે.
દાહોદ પોલીસલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિઓને અટકાવવા, જુગારના અડ્ડાઓ ઉપર રેડ પાડવા, નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડતા, અસામાજીક તત્વોને ઝડપી પાડવા સહિત વિવિધ ગુન્હાઓના ભેદ ઉકેલવા માટે દાહોદ પોલીસલ્લા પોલીસ વડાની સુચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ પોલીસલ્લાની તમામ પોલીસ કામગીરી કરી રહી છે. ત્યારે દાહોદ તાલુકા પોલીસને મળેલ બાતમીના આધારે ગતરોજ કાળીતળાઈ ગામે નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક મોટરસાઈકલ પસાર થતાં પોલીસ સાબદી બની હતી. ત્યારે મોટરસાઈકલ પર સવાર ત્રણ ઈસમો જેમાં મુકેશભાઈ રાજુભાઈ બારીયા (રહે. ઉસરા, સ્ટેશન ફળિયું, તા.પોલીસ.દાહોદ), મિતેશભાઈ શનુભાઈ પટેલ અને વનરાજભાઈ શનુભાઈ પટેલ (બંન્ને રહે. ઉમેદપુરા, દુધીયા પટેલ ફળિયું, તા. લીમખેડા, પોલીસ. દાહોદ) નાઓ પોલીસને જોઈ મોટરસાઈકલ સ્થળ પર મુકી ભાગવા જતાં જેમાં પોલીસે મુકેશભાઈને ઝડપી પાડ્યો હતો અને તેની સાથેના ઉપરોક્ત બંન્ને ઈસમો નાસી જવામાં સફળ રહ્યાં હતા. ત્યારે પોલીસે મોટરસાઈકલ પાસેથી વિદેશી દારૂની કુલ બોટલો નંગ.185 કિંમત રૂા.26,310/- ના પ્રોહી જથ્થા સાથે મોટરસાઈકલની કિંમત મળી કુલ રૂા.56,310/-નો મુદ્દામાલ કબજે કરી આ સંબંધે દાહોદ તાલુકા પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.