દાહોદ,
દાહોદ તાલુકાના એક 16 વર્ષીય સગીરાને દાહોદ તાલુકાના કાળીગામે પંચાલ ફળિયામાં રહેતા એક યુવકે સગીરાને દાહોદ શહેરની એક શાળાની બહારથી બળજબરી પુર્વક અપહરણ કરી લઈ નાસી જઈ લીમખેડાથી સૌરાષ્ટ્ર મુકામે લઈ તેણીની મરજી વિરૂધ્ધ અવાર નવાર બળાત્કાર ગુજારતાં આ સંબંધે પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે.
તા.19મી ડિસેમ્બર 2022ના રોજ દાહોદ તાલુકામાં રહેતી એક 16 વર્ષીય સગીરાને દાહોદ તાલુકાના કાળીગામ ખાતે પંચાલ ફળિયામાં રહેતો રાહુલ પ્રકાશભાઈ પંચાલ નામક યુવકે સગીરા જે સમયે દાહોદ શહેર ખાતે આવેલ શાળાએ ભણવા જતી હતી તે સમયે સગીરાને શાળાની બહાર બોલાવી તેણીને ધાકધમકીઓ આપી, મારી નાંખવાની ધમકીઓ આપી, સગીરા છોકરા સાથે નહીં જાય તો તેણીને મારી નાંખવાની ધમકીઓ આપી સગીરાને બળજબરી પુર્વક એક રીક્ષામાં બેસાડી અપહરહણ કરી લઈ નાસી ગયો હતો અને લીમડીથી લીમખેડા તથા ત્યાંથી સૌરાષ્ટ્ર મુકામે લઈ જઈ રાહુલ પંચાલ દ્વારા સગીરાની મરજી વિરૂધ્ધ અવાર નવાર બળાત્કાર ગુજાર્યો હતો. સગીરા જેમ તેમ કરી ઉપરોક્ત યુવકના ચંગુલમાંથી છુટી પોતાના પરિવારજનો પાસે આવી હતી અને પોતાની સાથે બનેલ ઉપરોક્ત ઘટના વિશે પોતાના પરિવારજનોને આપવીતી કહેતા પરિવારજનોના પગ તળેથી જમીન સરકી ગઈ હતી અને સગીરા લઈ પરિવારજનો દાહોદ એ-ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં આ સંબંધે પોલીસે પોલીસે તાત્કાલિક ધોરણે યુવક રાહુલ પંચાલની અટકાયત કરી જેલના સળીયા પાછળ ધકેલી દીધો હતો. સમગ્ર મામલે પોલીસે તલસ્પર્શી તપાસનો ધમધમાટ આરંભ કર્યો છે. જ્યારે પીડીતાને ન્યાય મળે અને યુવક રાહુલ પંચાલને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી લાગણી અને માંગણી બળાત્કારનો ભોગ બનેલ પિડીતા તથા પિડીતાના પરિવારજનોમાં ઉઠવા પામી છે.