દાહોદના કલાલીયાવાડ વિસ્તારમાં યુવકે ટ્રેન નીચે પડતું મૂકી મોતને વ્હાલું કર્યું

દાહોદ,દાહોદ તાલુકાના કલાલીયાવાડ વિસ્તારમાં આવેલ રેલવે ટ્રેક પર એક 30 વર્ષીય યુવકે અગમ્ય કારણોસર ટ્રેનની નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લેતા પરિવારજનોમાં માતમ છવાઈ ગયો હતો.

આજરોજ સવારના સમયે દાહોદ તાલુકાના વિસ્તારમાંથી પસાર થતી રેલ્વે ટ્રેક પર દિલ્હી મુંબઈ એક્સપ્રેસ ટ્રેન પસાર થઈ રહી હતી. તે સમયે દાહોદ તાલુકાના વાંદરીયા ગામે રહેતા 30 વર્ષીય સુરેશભાઈ રમેશભાઈ ભુરીયાએ અગમ્ય કારણોસર ટ્રેનની નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણ રેલ્વે પોલીસને થતા રેલવે પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ઘટનાની જાણ મૃતકના પરિવારજનોને થતા તેઓ પણ ઘટના સ્થળે તોડી ગયા હતા અને પરિવારજનોમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો હતો. મૃતકના મૃતદેહનો પોલીસે કબજો લઈ નજીકના દવાખાને પીએમ માટે રવાના કરી દેવામાં આવ્યા હતા.