દાહોદના જીલ્લા સેવાસદન ખાતે બીટીપી પ્રમુખએ જીલ્લા કલેક્ટરને આવેદન આપી બોરડી ગામના મકાનો ન તોડવા રજુઆત કરવામાં આવી હતી

દાહોદ, દાહોદના બીટીપીના પ્રમુખ દ્વારા દાહોદ જીલ્લા કલેક્ટરને આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યાં અનુસાર, દાહોદ તાલુકાના બોરડી ગામ ખાતે આવેલા 150 થી વધુ મકાન માલિકોને તાલુકાના તલાટી દ્વારા 7 દિવસમાં મકાનો ખાલી કરી દેવાની નોટિસો આપવામાં આવી હતી. જેને લઈને ગામના લોકોમાં ફફડાટ ફેલાયો હતો અને ગામના લોકો રાબડાલ ખાતે આવેલી બીટીપી પ્રમુખની ઓફિસે રજુઆત કરવા માટે ગયા હતા અને બીજા દિવસે બીટીપી પ્રમુખે બોરડી ગામની મુલાકાત લીધી હતી. જેમાં ગામના લોકો વચ્ચે ચર્ચાઓ કરી આખરે જીલ્લા કલેક્ટરને આવેદન આપી મકાનો ન તોડવાની રજુઆત કરાશે, તેમ નક્કી કરવામાં આવ્યું હતું અને તેને લઈને તારીખ 10 મી જુલાઈના રોજ દાહોદ બીટીપી પ્રમુખ અને ગામના લોકો ભેગા મળી દાહોદના છાપરી ખાતે આવેલી જીલ્લા કલેક્ટરની ઓફિસે આવેદન આપી રજુઆત કરાઈ હતી. જેમાં બોરડી ગામના લોકોનાં મકાનો ન તોડવા માટેની રજુઆત બીટીપી પ્રમુખ તેમજ ગામના લોકોએ કરી હતી અને જો ર્નિણય બદલવામા નહીં આવેતો ગાંઘી ચીંધિયા માર્ગે ઉતરવાની ચીમકી ગ્રામજનો અને ભારતીય ટ્રાયબલ પાર્ટીના પ્રમુખ દેવેન્દ્રભાઈ મેડાએ કરી હતી.