દાહોદ, દાહોદ તાલુકાના જેસાવાડા રોડ ઉપર નગરાળા ગામે ધમધમતો ઈંટોના ભઠ્ઠો કોઈપણ પ્રકારની વહીવટી તંત્રની મંજૂરી વગર ચાલતો હોવાનું દાહોદના વહીવટી તંત્રના સત્તાધીશો સમક્ષ ત્યારે બહાર આવ્યું કે એક અરજદાર દ્વારા નગરાળા ગામના ઈંટોના ભઠ્ઠા સંદર્ભમાં જીલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજી કરતાં આ સંદર્ભમાં હાથ ધરાયેલ તપાસોમાં આ ઈંટોનો ભઠ્ઠો સરકારી પડતર અને તળાવની સરકારી જમીનમાં વહીવટી તંત્રની કોઇપણ પ્રકારની મંજૂરીઓ વગર ધમધમતો હોવાનું પોત પ્રકાશતા દાહોદ પ્રાંત અધિકારી એન.બી. રાજપુત અને મામલતદાર મનોજ મિશ્રાની ટીમો એ સરકારી પડતર જમીન ઉપર ધમધમતા આ ઈંટોના ભઠ્ઠાને ” સીલ” મારીને કાયદેસર કાર્યવાહી હાથ ધરતા ભારે ચકચાર પ્રસરી જવા પામી છે.
આમ, તો દાહોદ જીલ્લામાં નકલી કચેરી, નકલી ટીડીઓનું હુકમ, જીલ્લા પંચાયત પ્રમુખનું નકલી લેટર બાદ વધુ એક ફણગો બહાર આવતા આશ્ચર્ય ફેલાવવા પામ્યું છે. જેમાં દાહોદ તાલુકાના નગરાળા ગામે જેસાવાડા રોડ પર રેવેન્યુ સરવે નંબર 392,393 મા સિદ્દીક હારૂન સાજીની માલિકીનું નીલમ બ્રિક્સ નામક ઈટ ઉત્પાદનનો ભટ્ટો સરકારી પડતર જમીનમાં વર્ષોથી ધમધમતો હોવાની અરજી યુનુસ કાદર સાજી નામક વ્યક્તિએ કરી હતી. આ અરજી સુનવણી અને અપીલ બાદ સમગ્ર મામલો જીલ્લા સ્વાગત કાર્યક્રમમાં પહોંચ્યો હતો. જ્યાં અરજદારની અરજી સંદર્ભે જીલ્લા સ્વાગત કાર્યક્રમના અધ્યક્ષ દ્વારા આ મામલે તલસ્પર્શી તપાસ હાથ ધરી અતરેલી કચેરીએ હકીકતલક્ષી અહેવાલ સુપ્રત કરવા બાબતે પ્રાંત અધિકારી એન.બી. રાજપુતને આદેશ કરવામાં આવ્યો હતો જે બાદ પ્રાંત અધિકારી એન.બી.રાજપૂત તેમજ દાહોદ મામલતદાર મનોજ મિશ્રાની ટીમ દ્વારા ગતરોજ ઉપરોક્ત નીલમ બ્રિક્સ નામક ચાલતા ઈટના ભઠ્ઠા પર ઓચિંતી તપાસ હાથ ધરી જરૂરી દસ્તાવેજો કાગળિયા માંગતા ઇતના ભટ્ટાના માલિક દ્વારા કોઈપણ પ્રકારના બિનખેતીના અથવા માલિકીના જરૂરી દસ્તાવેજ કાગળિયા રજૂ કરી ન શક્યો હતો. જે બાદ ઉપસ્થિત તંત્રની ટીમે રેકોર્ડની તપાસ હાથ ધરતા આ સમગ્ર ઈટનો ભટ્ટો સરકારી પડતર જમીન, તળાવની જમીન તેમજ નજીકમાં ખેતીની જમીનમાં માત્ર બાનાખતના આધારે કોઈપણ પ્રકારની વહીવટી મંજૂરી વગર ચાલતો હોવાનું સામે આવતા પ્રાંત અધિકારી એન.બી. રાજપુતના આદેશો અનુસાર તંત્ર દ્વારા કાપડ તોડ આ ઇટના ભઠ્ઠાને સીલ મારી આગળની જરૂરી કાગળિયા કાર્યવાહી હાથ ધરતા ચક્ચાર મચી જવા પામી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અરજદાર દ્વારા ગેરકાયદેસર રીતે ધમધમતા ઇટના ભટ્ટા સામે જીલ્લા સ્વાગતમાં અરજી કરતા આ સમગ્ર મામલો સામે આવ્યો હશે. તો વિચાર માંગવા જેવી બાબત એ છે કે દાહોદ તાલુકા તેમજ અન્ય વિસ્તારોમાં ચાલતા ઈટના ભઠ્ઠાઓ બિનખેતીના હુકમો, સંમતિપત્ર, એનજીટીની ગાઈડલાઈન, સહિતના સરકાર દ્વારા નક્કી કરેલા માપદંડો તેમજ ધારાધોરણના અનુસાર ચાલે છે કે કેમ ? અથવા ઈટના ભટ્ટાના માલિકોને જેટલી જમીનમાં ઈંટોનું ઉત્પાદન કરવા માટે ખાણ ખનીજ તેમાં સંમતિ વિભાગ દ્વારા રોયલ્ટી સ્વરૂપે મંજૂરી મળેલી છે. તેટલી જ જમીનમાં અથવા આમ, કહો કે ક્ષેત્રફળ કે નક્કી કરેલા પેરા મીટરમાં જ ઉત્પાદન કરી રહ્યા છે કે તેનાથી આગળ વધી રોયલ્ટી અને સરકારના નક્કી કરેલા ધારા ધોરણનો ઉલ્લંઘન કરી રહ્યા છે. તે અંગે પણ સમય સમયે સંબંધીત વિભાગ દ્વારા ઓચિંતી ચેકિંગ હાથ ધરવામાં આવે તો સરકારની રેવેન્યુ તો વધે જ સાથે સાથે પર્યાવરણની જાળવણી પણ યોગ્ય રીતે થાય તેમાં કોઈ બેમત નથી.