દાહોદ, દાહોદ તાલુકાના જાલત ગામે એક પરણિતાને તેના પતિ તથા સાસરીયાઓ દ્વારા પરણિતાને શારિરીક અને માનસીક ત્રાસ આપી પહેરેલ કપડે પરણિતાને ઘર માંથી કાઢી મુકતાં પરણિતાએ ન્યાયની ગુહાર માટે મહિલા પોલીસ મથકના દરવાજા ખટખટાવ્યાંનું જાણવા મળે છે.
દાહોદ તાલુકાના મોટી ખરજ ગામે રહેતાં 32 વર્ષિય સુરતાબેન માનુભાઈ ભાભોરના લગ્ન ગત તા.25.032010ના રોજ દાહોદ તાલુકાના જાલત ગામે નાકા ફળિયામાં રહેતાં અર્જુનભાઈ તોફાનભાઈ બીલવાળ સાથે સમાજના રિતી રીવાજ મુજબ થયાં હતાં. લગ્નના થોડા સમય સુધી પરણિતાને પતિ અર્જુનભાઈ તથા સાસરીપક્ષના તોફાનભાઈ સીરકાભાઈ બીલવાળ, પાનાબેન તોફાનભાઈ બીલવાળ, જેન્તીભાઈ તોફાનભાઈ બીલવાળ તથા હિનાબેન તોફાનભાઈ બીલવાળનાઓએ સારૂ રાખ્યા બાદ તેઓનું પોત પ્રકાશ્યું હતું અને અવાર નવાર મેણા ટોણા મારી પતિ અર્જુનભાઈ કહેલ કે, તું મને ગમતી નથી, તુ તારા બાપાના ઘરે જતી રહે, તેમ કહી હેરાન પરેશાન કરી, શારિરીક તેમજ માનસીક ત્રાસ આપતાં હતાં ત્યારે પરણિતાના સાસરીયાઓ દ્વારા ખોટી ખોટી ચઢામણીઓ કરી, બેફામ ગાળો બોલી શારિરીક અને માનસીક ત્રાસ આપતાં હતાં અને પહેરેલ કપડે પરણિતા સુરતાબેનને ઘરમાંથી કાઢી મુકતાં પરણિતા પોતાના પિયર મોટી ખરજ ગામે આવી પહોંચ્યાં હતાં અને આ સંબંધે પરણિતા સુરતાબેન માનુભાઈ ભાભોરે મહિલા પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.