દાહોદના જાલત ગામેથી કારમાંથી પોલીસે અફીણ ઝડપી પાડ્યુ

દાહોદ તાલુકાના જાલત ગામેથી પોલીસે નાકાબંધી દરમ્યાન એક વૈભવી ફોર વ્હીલર ગાડીમાંથી અફીણના જીંડવા (પોષડોડા) કિંમત રૂ.12,51,210ના જથ્થા સાથે ગાડીની કિંમત મળી પોલીસે કુલ રૂ.17,56,210નો મુદ્દામાલ કબજે કર્યાનું જ્યારે પોલીસને ચકમો આપી ગાડીનો ચાલક નાસી ગયાંનું જાણવા મળે છે.

ગત તા.06 સપ્ટેમ્બરના રોજ પોલીસને મળેલ બાતમીના આધારે બપોરના એકાદ વાગ્યાના આસપાસ દાહોદના જાલત ગામે અવંતિકા રિસોર્ટ નજીક નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતાં તે સમયે બાતમીમાં દર્શાવેલ એક વૈભવી ફોર વ્હીલર ગાડી ત્યાંથી પસાર થઈ હતી ત્યારે ફોર વ્હીલર ગાડીના ચાલકે દુરથી પોલીસને જોઈ લેતાં પોતાના કબજાની ફોર વ્હીલર ગાડી સ્થળ પર મુકી નાસી ગયો હતો. પોલીસે ગાડી નજીક જઈ ગાડીની અંદર તલાસી લેતાં તેમાંથી અફીણના જીંડવા (પોષડોડા) ભરે પ્લાસ્ટીક મીણીયાના થેલાઓ નંગ.15 તથા ગાડીમાંથી છુટા મળી આવેલ અફીણના જીંડવા થેલામાં ભરેલ થેલા નંગ.06 કિંમત રૂ.12,51,210 તેમજ ગાડીની કિંમત વિગેરે મળી પોલીસે કુલ રૂા.17,56,210નો મુદ્દામાલ કબજે કરી ગાડીના ચાલક વિરૂધ્ધ કતવારા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.