દાહોદના જાલત ગામે તસ્કરોએ બંધ મકાન માંથી 45 હજારની મત્તાની ચોરી કરી

દાહોદ, દાહોદ તાલુકાના જાલત ગામના મીનામા ફળિયામાં ગત રાત્રીના સમયે ત્રાટકેલા તસ્કરોએ એક બંધ મકાનને ટાર્ગેટ બનાવી પાછળના ખુલ્લાભાગેથી ઘરમાં પ્રવેશી તિજોરીનું તેમજ તિજોરીના અંદરના લોકરનું તાળુ તોડી ચાંદીના તથા રોકડ તેમજ ઘરમાં બાંધી રાખેલ બકરા મળી કુ રૂા. 45 હજાર ઉપંરાતની ચોરીને લઇ ગયાનું જાણવા મળ્યું છે.

રાત્રીના સમયે મીનામા ફળઇયામાં રહેતા મુળીયાભાઈ કાળીયાભાઈ મુનિયાભાઈ મિનામાના બંધ મકાનને ટાર્ગેટ બનાવી મકાનના પાછળના ખુલ્લા ભાગેથી તસ્કરો મકાનમાં પ્રવેશ્યા હતા અને લોકરમાં મુકેલ રૂા.2500 ની કિમતનું આશરે 200 ગ્રામ વજનનું ચાંદીનું કડુ, રૂા. પાંચ હજાર ની કિમતના આશરે 250 ગ્રામ વજનના ચાંદીના છડા નં.2 રૂા. દશ હજાર ની કિમતના આશરે 500 ગ્રામ વજનની ચાંદીની ઝાંઝરી નં. 2 રૂા. પાંચ હજાર ની કિમતની આશરે 200 ગ્રામ વજનની ચાંદીની બંગડી નં.4 રૂા. ત્રણસોની કિમતની આશરે 100 ગ્રામ વજનની ચાંદીની શેર નંગ. 1 તથા રોકડા રૂા. 7000 તેમજ ઘરમાં બાંધી રાખેલા પાંચ હજારની કિમતના બકરા નં.5 મળી કુલ રૂા. 45100 ની મત્તા ચોરીને લઇ ગયા હતા. આ સંબંધે ઘરફોડ ચોરીનો ભોગ બનેલ ઘરઘણી મુળીયાભાઈ કાળીયાભાઈ મીનામાએ નોંધાવેલી ફરિયાદને આધારે કતવારા પોલીસે ઘરફોડ ચોરીનો ગુનો નેાંધી ડોંગસ્કોર્ડ તથા એફએસએલની મદદ માંગી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.